ધાનેરા નજીક ખાનગી બસ પલટી, 20 ઈજાગ્રસ્ત

0
15

ધાનેરા: ધાનેરા નજીક એક ખાનગી ટ્રાવેલ્સ બસ પલટતા 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઘાયલાને સારવારઅર્થે ખાનગી વાહન મારફતે ધાનેરાના રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. અત્યાર સુધી બસ પલટી જવાનું કારણ સામે આવ્યું નથી. સમગ્ર મામલે તપાસ બાદ જ સાચી હકીકત સામે આવશે.

મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી ગણેશ ટ્રાવેલ્સ નામની બસ ધાનેરાના વીછીંવાડી ગામ નજીક અચાનક પલટી જતા અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર લોકોની ચિચિયારી સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. બસમાં ફસાયેલા મુસાફરોને તાત્કાલિક બહાર કઢાયા હતા. અકસ્માતમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને ખાનગી વાહનો દ્વારા ધાનેરા રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here