ધારીના શિવડમાં વરઘોડામાં કૂદેલી ઘોડીનું માથું દિવાલ સાથે અથડાતા મોત,

0
52

અમરેલી: ધારીના શિવડ ગામે 21 જાન્યુઆરીના રોજ લગ્નપ્રસંગના વરઘોડામાં અસવારે ઘોડીને ખેલવી હતી. ઘોડી કૂદતા જ બેલેન્સ ગુમાવતા અસવાર નીચે પટકાયો હતો અને ઘોડીનું માથું દિવાલ સાથે અથડાતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાનો વીડિયો કોઇએ મોબાઇલમાં ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

વરઘોડામાં પાંચ જેટલી ઘોડીઓ જોવા મળે છે. જેમાં અસવાર ઘોડીને ખેલવી રહ્યા છે. પરંતુ એક અસવાર ઘોડીને ખેલવી રહ્યો છે ત્યારે અચાનક ઘોડી ઉછળી પડે છે પરંતુ કાબૂ ગુમાવતા ઘોડી સાથે અસવાર પણ જમીન પર પટકાઇ છે. બાજુમાં મકાનની દિવાલ સાથે ઘોડીનું માથુ અથડાતા ઘોડી ત્યાં જ ઢળી પડે છે અને દમ તોડી દે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here