Saturday, September 25, 2021
Homeધૂમ પછી 15 વર્ષે જોન અબ્રાહમ ફરી બાઇકર તરીકે દેખાશે, જાહેર કરી...
Array

ધૂમ પછી 15 વર્ષે જોન અબ્રાહમ ફરી બાઇકર તરીકે દેખાશે, જાહેર કરી નવી ફિલ્મ

બોલિવૂડ ડેસ્ક: જોન અબ્રાહમે ‘જીસ્મ’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી પણ તેને ઓળખ ફિલ્મ ‘ધૂમ’થી મળી. આ ફિલ્મમાં તેણે બાઇકર ચોરનો રોલ પ્લે કર્યો હતો અને હવે ફરી દોઢ દાયકા બાદ એકવાર તે ફરીથી બાઇકર બનીને આવી રહ્યો છે. તેની આ અપકમિંગ ફિલ્મનું અનાઉન્સમેન્ટ તેણે એક ટ્વીટ કરીને કર્યું છે. જોને ટ્વીટ કરતાં લખ્યું, ‘એક વાર્તા જે મારા દિલની નજીક છે. અજય કપૂર અને રેન્સિલ ડિસિલ્વા સાથે તેની સફર પર નીકળવા માટે ઉત્સુક છું. ફિલ્મનું શૂટિંગ જુલાઈ 2019થી શરૂ થશે.’

જોનની આ ફિલ્મ બાઇક રેસિંગ પર હશે. જોકે, ફિલ્મના ટાઇટલ વિશે હજી કોઈ જાણકારી નથી મળી. ‘કુરબાન’ અને ‘ઉંગલી’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા રેન્સિલ ડિસિલ્વા આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યા છે. જ્યારે પ્રોડ્યુસર છે અજય કપૂર. જોન અને અજય કપૂર ત્રીજીવાર એકસાથે કામ કરી રહ્યા છે. આ પહેલાં ફિલ્મ ‘પરમાણુ’ અને જોનની આવનારી ફિલ્મ ‘રો’ અજય કપૂરે જ પ્રોડ્યુસ કરી છે.

જોનની ફિલ્મ ‘રોમિયો અકબર વોલ્ટર’ આગામી 12 એપ્રિલના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ એક ભારતીય જાસૂસની વાર્તા છે, જેમાં અભિનેત્રી મૌની રોય તેની સાથે જોવા મળશે. આ ઉપરાંત, તેની ફિલ્મ ‘પાગલપંતી’ અને ‘બાટલા હાઉસ’ પણ આ વર્ષે અનુક્રમે 22 નવેમ્બર અને 15 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. તો હવે બાઇકર બનીને જોન ફરી સિલ્વર સ્ક્રીન પર કેટલી ધૂમ મચાવે છે તે જોવું ઈન્ટરેસ્ટિંગ બનશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments