રાંચીમાં આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન ડે પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વિકેટ કીપર એમ એસ ધોનીએ પોતાના રાંચી સ્થિત ફાર્મહાઉસ પર ટીમ ઈન્ડિયા માટે એક ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. ધોનીએ રાંચી સ્થિત ફાર્મહાઉસ પર ટીમ ઈન્ડિયા માટે યોજેલી આ પાર્ટીની તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
https://www.instagram.com/p/BuslpkxAvHv/?utm_source=ig_embed
ટીમ ઈન્ડિયાના સ્વાગત માટે ફાર્મ હાઉસને વિશેષ રીતે સજાવવામાં આવ્યુ હતુ. એ પછી ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ડિનર પાર્ટીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
https://www.instagram.com/p/BuszrkbH72Z/?utm_source=ig_embed
કોહલીએ લખ્યું હતું કે, ગઈકાલે રાતે માહીભાઈના ઘરે શાનદાર પાર્ટી થઈ, સરસ ભોજન અને ખેલાડીઓ મસ્તીના માહોલમાં હતી. ખેલાડીઓની એનર્જી પણ જોરદાર રહી હતી.
https://www.instagram.com/p/BusD4Synk4N/?utm_source=ig_embed
ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની સિરિઝમાં ભારત 2-0થી આગળ છે. જો ભારત રાંચી વન ડે જીતશે તો સિરિઝ પણ જીતી જશે.