Sunday, September 19, 2021
Homeધોની ની 'દરિયાદિલી', IPL ની પહેલી મેચ ની કમાણી શહીદો ના પરિવાર...
Array

ધોની ની ‘દરિયાદિલી’, IPL ની પહેલી મેચ ની કમાણી શહીદો ના પરિવાર ને આપશે CSK

ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)એ IPLની આ સિઝનની પોતાની પહેલી ઘરેલૂ મેચથી થનારી કમાણી પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા CRPF જવાનોના પરિવારની મદદ કરવા માટેનો નિર્ણય કર્યો છે. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ ચેક આપશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 12માં સિઝન 23 માર્ચથી શરૂ થવા જઇ રહી છે. આ સિઝનનીપહેલી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે રમાશે. આ મેચ રાત્રે 8 વાગે એમએ ચિદંબરમ સ્ટેડિયમ, ચેન્નાઇ ખાતે રમાશે. CSKના એક અધિકારીએ જણાવ્યુ કે, આ મેચથી થનારી કમાણી 14 ફેબ્રઆરીના પુલવામા શહીદ થયેલા જવાનોના પરિવારને આપવામાં આવશે.

ચેન્નાઇના ટ્વિટર હેન્ડલ પર જાણકારી આપવામાં આવી છે કે , ”ચેન્નાઇ IPLની પહેલી ઘરેલૂ મેચની ટિકિટથી થનારી કમાણીને પુલવામા શહીદ થયેલા પરિવારે આપશે. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જે ભારતીય ટેરિટોરિયલ આર્મીમાં લેફિટનેન્ટ કર્નલ છે, તે ચેક આપશે.”

ઉલ્લેખનીય છે કે, પુલવામામાં થયેલા હુમલામાં 40થી વધુ જવાનોના મૃત્યુ થયા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. આ ઘટના માટે શ્રદ્ઘાજલિ આપવા માટે ટીમ ઇન્ડિયાના ક્રિકેટર ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ ખત્મ થયેલી વનડે સીરિઝની ત્રીજી મેચમાં સેનાની ટોપી પહેરીને મેદાનમાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments