ધોની-કોહલી’ની સોશ્યલ મીડિયામાં ધૂમઃ કહ્યું, મારા વગર એક મૅચ સંભાળી નથી શકતા

0
27

ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ગુરૂવારનાં રોજ હેમિલ્ટનમાં રમવામાં આવેલ ચોથી વનડે મેચમાં પોતાનાં દાવમાં માત્ર 92 રનનો સ્કોર કર્યો, જે વન-ડે ક્રિકેટમાં તેઓનાં સાતમા સૌથી ઓછાં સ્કોર છે.

આ મેચમાં ન્યૂઝીલેન્ડે 212 બોલ બાકી રાખતા ભારતને આઠ વિકેટથી હરાવી દીધું. એવામાં બોલ બાકી રહેવાનાં આશયે ભારતની વનડે ક્રિકેટમાં આ સૌથી મોટી હાર છે. ભારતીય ટીમનો સૌથી ઓછો સ્કોર વર્ષ 2000માં શારજાહમાં શ્રીલંકા વિરૂદ્ધ રમવામાં આવેલ મેચમાં હતાં. જ્યારે શ્રીલંકાએ તેઓનાં દાવને માત્ર 54 રનમાં જ સમેટી લીધો હતો.

ભારતની વનડે મેચમાં અત્યાર સુધીનો આ સૌથી ઓછો સ્કોર છે. આ સિવાય, 1981માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સિડનીમાં વનડે મેચમાં ભારતે 63 રન બનાવ્યાં હતાં, બીજી બાજુ 1986માં શ્રીલંકા વિરૂદ્ધ કાનપુરમાં તેઓએ 78 રનનો સ્કોર કર્યો હતો.

સિયાલકોટમાં 1978માં પાકિસ્તાન વિરૂદ્ધ ભારતનો સ્કોર 79 હતો. જ્યારે દામ્બુલા ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 2010માં 88 રનનાં સ્કોર હતાં. આ શરમજનક હાર બાદ ટ્વિટર પર ફેંસે ટીમ ઇન્ડીયાની બરાબર મજાક ઉડાવી છે કે જે મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી વગરની આ મેચમાં ઉતરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here