Tuesday, September 21, 2021
Homeધોમધખતા તાપની સાથે શાકભાજીના ભાવ પણ ગરમ,
Array

ધોમધખતા તાપની સાથે શાકભાજીના ભાવ પણ ગરમ,

એક તરફ લોકસભા ચૂંટણી પ્રચાર પોતાની ચરમસીમા પર છે. કાળઝાળ ગરમીમાં ચૂંટણી લડતા ઉમેદવારો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. બીજી તરફ ગરમીમાં સામાન્ય લોકોનું રસોડુ વિંખાય તેવી સ્થિતી ઉભી થઇ છે. ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતા શાકભાજીના ભાવ સાતમાં આસમાને પહોંચી ગયા છે. શાકભાજીના વધતા ભાવો સામાન્ય લોકો માટે ચિંતાનું કારણ બન્યું છે. આ સાથે જ વર્તમાન સમયમાં શાક માર્કેટમાં શાકભાજી ગૃહિણીઓ માટે માથાનાં દુખાવા સમાન બન્યું છે. શાકભાજીમાં ભાવ વધારાનાં કારણો અંગે વિસ્તારથી વાત કરીએ.

ઉનાળાનું તાપમાન વધતા આગઝરતી ગરમી શરૂ થઇ છે. જેની અસર શાકભાજી માર્કેટમાં વર્તાઇ રહી છે. એકતરફ પાણીના તળ ઊંડા ગયા છે, તો બીજી બાજુ ખાતર અને બિયારણના ભાવોની અસર ખેડૂતોના માથાના દુખાવા સમાન બની છે. શાકભાજીના ભાવો વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયુ છે. જે શાકભાજી પહેલા ૨૦ થી ૪૦ રૂપિયે આસાનીથી બજારમાં મળતું હતુ એ જ શાકભાજી હવે ૫૦ થી ૧૦૦ રૂપિયે મળી રહ્યું છે.

એક નજર કરીએ હાલના શાકભાજીના ૨૦ કિલોના ભાવ પર તો..

શાકભાજી 20 કિલોનાં ભાવ (રૂપિયામાં)
ફ્લાવર 300થી 400
ટમેટા 400થી 500
ચોળી 1,500થી 2000
ભીંડા 1,000થી 1,200
કોબી 200થી 260
વાલોર 300થી 400
દુધી 300થી 400
ગુવાર 2,000થી 2,500
  તુરીયા 1,000થી 1,200

 

 

તો વર્તમાન સમયમાં આ છે શાકભાજીનાં ભાવ. શાકમાર્કેટમાં 20 થી લઈને 100 રૂપિયાનો ભાવ વધારો થયો છે. તોતીંગ ભાવ વધારાની સીધી અસર લોકોના બજેટ પર થઇ રહી છે. ઉનાળાની શરૂઆતમાં જ આવી સ્થિતી છે, તો ભવિષ્યમાં શું થશે તે વાત ચિંતાજનક છે.ત્યારે આગામી સમયમાં શાકભાજીના ભાવ વધે તો નવાઈ નહિ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments