Monday, October 18, 2021
Homeધોરણ 10ની પરીક્ષામાં વલસાડ જિલ્લામાં કુલ 2 ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ પકડાયા
Array

ધોરણ 10ની પરીક્ષામાં વલસાડ જિલ્લામાં કુલ 2 ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ પકડાયા

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગુરૂવારથી પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લાના 1350 બ્લોકમાં સીસીટીવી કેમેરા દ્વારા વિદ્યાર્થીઓ ઉપર નજર રાખવામાં આવી હતી. ગુરૂવારે SSCની પરીક્ષામાં વલસાડ અને વાપી ખાતે 1-1 પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને પકડવામાં આવ્યા હતા. તાત્કાલિક વિદ્યાર્થીને પરીક્ષા આપતા અટકાવવામાં આવ્યા હતા.

સીસીટીવીમાં પકડાશે તો તાત્કાલિક પગલાં
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વલસાડ ખાતે ગુરૂવારે સવારે 1350 બ્લોકમાં પરીક્ષાઓ શરૂ કરવામાં આવી હતી. પરીક્ષા સેન્ટરોમાં મુકવામાં આવેલા સીસીટીવી દ્વારા વિદ્યાર્થીઓ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. પરીક્ષા દરમિયાન કોઈપણ વિદ્યાર્થી સીસીટીવીમાં ગેરરીતિ કરતો દેખાશે તો તાત્કાલિક પરીક્ષા આપતા અટકાવવાનો બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
પહેલાં દિવસે જ બે પકડાયા
વલસાડની મારૂતિ વિદ્યાપીઠ અબ્રામા ખાતે એક વિદ્યાર્થીને ગેરરીતિ કરતા પકડી પાડવામાં આવ્યો હતો. તાત્કાલિક વિધાર્થીને પરીક્ષા આપતો અટકાવવામાં આવ્યો હતો. જયારે વાપી કરવડની સેંટ જોસેફ સ્કૂલમાં પણ એક વિદ્યાર્થીને ગેરરીતિ કરતા સ્થળ નિરીક્ષકે પકડ્યો હતો. વિદ્યાર્થીને પરીક્ષા આપતા અટકાવવામાં આવ્યો હતો. આ રીતે બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે વલસાડ જિલ્લામાં ધો. 10ની પરીક્ષામાં 2 વિદ્યાર્થીઓને ગેરરીતિના કેસમાં પકડવામાં આવ્યા છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments