Thursday, September 23, 2021
Homeધોરાજી ઉપલેટા પંથક માં ભેદી ધડાકો , લોકો ઘરની બહાર દોડી ગયા
Array

ધોરાજી ઉપલેટા પંથક માં ભેદી ધડાકો , લોકો ઘરની બહાર દોડી ગયા

રાજકોટ: રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટા પંથકમાં આજે બપોરે ભેદી ધડાકો થતા લોકોમાં ભય પ્રસરી ગયો હતો. આ ધડાકો ભૂકંપનો છે કે અન્ય કોઇ તે અંગે લોકો એક બીજાને પૂછપરછ કરી રહ્યા છે. આજે બપોરે 1.35 વાગ્યા આસપાસ ઉપલેટા, ધોરાજી, ઢાંક, મોટી પાનેલી, ભુતવડ, પ્રાંસલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક ભેદી ધડાકો થતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા અને ભય પ્રસરી ગયો હતો.

આ અંગે ધોરાજી નજીકના ભુતવડમાં આવેલ રામદેવપીર મંદિરના મહંત જેઠારામે જણાવ્યું હતું કે, 1.35 વાગ્યા આસપાસ ભુકંપ જેવો આંચકો અનુભવાયો હતો. જેના કારણે ભુતવડમાં કાચા મકાનોમાં ધ્રુજારી અનુભવાઇ હતી. આ ઉપરાંત ઉપલેટાના કોલકી રોડ સહિતના વિસ્તારોમાં તેમજ ધોરાજીના જુદા જુદા વિસ્તારોમાં પણ અનેક લોકોએ ભેદી ધડાકો અનુભવ્યો હતો. જો કે ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરમાં ભૂકંપ અંગે કોઇ નોંધ થઇ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments