ધોરાજી ના MLA ની કાર સાથે થયેલા અકસ્માતમાં દિશાની મહેતાનું સારવાર દરમિયાન મોત

0
0

રાજકોટઃગઈકાલે સાંજે ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયાની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં ઈજાગ્રસ્ત થયેલી એક મહિલાનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મૃતક મહિલાનું નામ દિશાની મહેતા હતું. મળતી માહિતી અનુસાર હાલ લલિત વસોયાના ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.

અકસ્માતમાં લલિત વસોયા ઈજાગ્રસ્ત થયા: ઘટનાની વિગત અનુસાર કોંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયાની કારને પોરબંદર પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં લલિત વોસાયાને માથામાં ઇજા થઈ હતી. ઉલ્લેખનિય છે કે લલીત વસોયા આગામી લોકસભાની ચૂંટણીમાં પોરબંદર બેઠકના કોંગ્રેસના સંભવિત ઉમેદવાર છે. તેઓ એક ટીવીચેનલની ડિબેટમાં ભાગ લેવા જઈ રહ્યા હતાં. ત્યારે એરપોર્ટ નજીક તેમની કારને ગંભીર અકસ્માત નડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વસોયા વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા:ધોરાજીનાં જામકંડોરણા ચોકડી પાસે દિવાલ પર લલિત વસોયા વિરુદ્ધ પોસ્ટર્સ લાગ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે કોંગ્રેસના ધારાસભ્યને ટિકિટ આપવામાં આવશે તો ચૂંટણી સમયે જોયા જેવી થશે. આમ ચૂંટણી સમયે જ અચાનક ધારાસભ્ય લલિત વસોયા વિરૂદ્ધ પોસ્ટર્સ લાગતા સવાલો ઉભા થઈ રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here