ધોરાજી : 2 જૂને રાષ્ટ્રીય દલિત મહાસંઘના સમૂહલગ્નમાં 11 વરરાજાને ઘોડી પર બેસાડી વરઘોડો નીકળશે

0
37

ધોરાજી: દલિત વરરાજાને ઘોડી પર નહીં બેસવાની ઘટનાઓને જડબાતોડ જવાબ આપવા માટે ધોરાજી અનુસુચિત જાતિ સમૂહલગ્નમાં એક સાથે 11 વરરાજાને ઘોડી પર બેસાડી વાજતે ગાજતે શહેરનાં મુખ્ય માર્ગો પર વરઘોડો નીકળશે. તાજેતરમાં દલિત અત્યાચારની ઘટનાઓમાં દલિત વરરાજાને ઘોડી પર બેસીને ગામમાં નીકળવા નહીં દેવાની ઘટનાએ વેગ પકડ્યો હતો. ત્યારે સમગ્ર ધોરાજી અનુસૂચિત જાતિ સમાજના સહયોગથી રાષ્ટ્રિય દલિત મહાસંઘ દ્વારા આયોજીત દ્વિતીય સમૂહ લગ્ન-2019માં એક સાથે 11 વરરાજાને ઘોડી પર બેસાડીને શહેરના મુખ્ય ગેલેક્સી ચોકથી વરઘોડો કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ક્રાંતિકારી આંબેડકરવાદી વિચારધારા ધરાવતા યોગેશભાઈ ભાષાએ જણાવ્યું હતું કે, ગુજરાત અને ભારતભરમાં દલિત અત્યાચારના બનાવ છાશવારે બને છે ત્યારે આવા બનાવો ઉપર એક સાથે 11 વરરાજાઓનું વરઘોડાનું સરઘસ હલકી માનસિકતા ધરાવતા વર્ગો પર લપડાક સમાન હશે. આ સાથે જ એક સાથે 11 દલિત વરરાજાઓનો વરઘોડો ધોરાજી શહેરમાં હિન્દુ-મુસ્લિમ અને નાની મોટી દરેક જ્ઞાતિઓમાં ભાઈચારા અને સમરસતાના દર્શન કરાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here