Sunday, January 23, 2022
Homeધો-1 થી 8માં 30 દિવસ ગેરહાજર રહેનાર વિદ્યાર્થીનું નામ સ્કૂલમાંથી કમી કરાશે,...
Array

ધો-1 થી 8માં 30 દિવસ ગેરહાજર રહેનાર વિદ્યાર્થીનું નામ સ્કૂલમાંથી કમી કરાશે, શિક્ષણ વિભાગનો નિર્ણય

વડોદરાઃ ધોરણ 1 થી 8માં પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી સતત 30 દિવસ સુધી શાળામાં ગેરહાજર રહશે તો તેનું નામ કમી કરવામાં આવશે. 3 દિવસથી લઇને 30 દિવસ સુધી ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓ માટે શું કરવું તેની વિગતવાર માર્ગદર્શિકા શિક્ષણ વિભાગે બહાર પાડી છે. 30 દિવસ સુધી ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીનું નામ શાળાના રજીસ્ટ્રરમાંથી રદ કરવાનું રહશે અને તે શાળા બહારનો વિદ્યાર્થી ગણવામાં આવશે.

પ્રાથમિક શાળાના બાળકો નિયમિત હાજરી આપવામાં આવે તે હેતુથી નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવશે, ત્યારે ખાનગી-ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓ ગેરહાજરની પ્રશ્ન ઉભો થાય તેમ નથી, પંરતુ સરકારી પ્રાથમીક શાળાઓમાં ખાસ ગેરહાજરીનો પ્રશ્ન હોવાથી જો વિદ્યાર્થીનું નામ કમી કરાશે તો ડ્રોપ આઉટ રેશિયો વધી જવાની શકયતાઓ રહેલી છે.

-ત્રણ દિવસ: વિદ્યાર્થી ત્રણ દિવસ શાળામાં ગેરહાજર રહે તો તેવા બાળકના વિસ્તારમાંથી આવતા અન્ય બાળકની પૂછપરછ કરીને ગેરહાજરીનું કારણ જાણવા માટે વર્ગ શિક્ષકે તપાસ કરવાની રહશે.
-સાત દિવસ : સતત સાત દિવસ સુધી બાળક ગેરહાજર રહે તો વર્ગ શિક્ષકે વિદ્યાર્થીના ઘરની રૂબરૂ મુલાકાત લઇ બાળકને શાળાએ મોકલવા સમજ આપવી પડશે.
-10 દિવસ : વિદ્યાર્થી 10 દિવસ સુધી ગેરહાજર રહે તો શાળાના મુખ્ય શિક્ષકે વિદ્યાર્થીના ઘરની રૂબરૂ મુલાકાત કરીને બાળકના માતા-પિતા સાથે પરામર્શ કરવાનો રહશે તથા બાળક પરત સ્કૂલે જતો થાય તે માટે સમજાવવા પડશે.
-15 દિવસ : સતત 15 દિવસ સુધી શાળાના વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષે જાતે બાળકના ઘરની મુલાકાત કરીને માતા-પિતા સાથે બેઠક કરવી અને તેમને બાળકને શાળાએ મોકલવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રમાણિક પ્રયાસ કરવો
-21 દિવસ : શાળાના સીઆરસી કો-ઓડિનેટરે બાળકના ઘરે જઇને તે શાળામાં આવે તે માટેનો પ્રયાસ કરવાનો રહશે તેમના દ્વારા બાળકના માતા-પિતા સાથે વાતચીત કરીને સમજાવીને બાળક સ્કૂલે આવે તે પ્રકારનો પ્રમાણિક પ્રયાસ કરવો પડશે.
-30 દિવસ : 30 દિવસ બાદ વિદ્યાર્થીને શાળા બહારનું બાળક ગણી અને હાજરી પત્રકમાંથી તે બાળકનું નામ દૂર કરવાનું રહશે. શાળાના હાજરી પત્રકમાંથી તે બાળકનું નામ દૂર કરવાનું રહશે. પંરતુ બાળકના માતા-પિતા કે વાલી જ્યાં સુધી શાળા છોડ્યાનું પ્રમાણપત્રની માંગણી ન કરે ત્યાં સુધી શાળાના જનરલ રજીસ્ટ્રારમાં બાળકનું નામ ચાલુ રાખવું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular