ધો.10ના પરિણામ બાદ 22 વિદ્યાર્થીઓના આપઘાતથી દેશ હચમચી ગયો

0
0

દેશમાં સૌથી મોટો બાળ આત્મહત્યાની ઘટના સામે આવી છે. તેલંગાણામાં એક જ સપ્તાહમા 22 વિદ્યાર્થીઓએ આપઘાત કરતા ચકચાર મચી છે. ધોરણ-10 પરિણામ બાદ 22 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે.

મળતી માહિતી મુજબ ધોરણ-10ની પરિક્ષામાં રેન્કર સહિતના વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા હતા. જેના કારણે વિદ્યાર્થીઓને આઘાત લાગ્યો હતો. હોશિયાર હોવા છતા નાપાસ થતા વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે.

તેલંગાણામં ચાલી રહેલી લાલિયાવાડી ગુજરાતમાં પણ જોવા મળે છે. ગુજરામાં અનેક યુનિવર્સિટીમાં લાલિયાવાડી જોવા મળે છે. ગુજરાત બોર્ડના મૂલ્યાંકનમાં 3500 શિક્ષકો ગેરહાજર રહેતા શિક્ષણ વિભાગ દ્વારા નોટીસ આપવામાં આવી.

મૂલ્યાંકન કરવા માટે ધોરણ-12માં 3500 શિક્ષક ગેરહાજર રહ્યા. જેમા સામાન્ય પ્રવાહમાં 2 હજાર શિક્ષકો અને વિજ્ઞાન પ્રવાહમાં 1500 જેટલા શિક્ષકો મૂલ્યાંકનથી દૂર રહ્યા હતા. સાથે જ ધોરણ-10માં 6 હજાર જેટલા શિક્ષકો મૂલ્યાંકનથી દૂર રહેતા નોટિસ ફટકારવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here