ધો.12 સાયન્સનું પરિણામ 71.90 ટકા, છોકરીઓએ ફરી મેદાન માર્યું, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ નબળા

0
0

અમદાવાદઃ ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધો. 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં 71.83 ટકા છોકરાઓ અને 72.01 ટકા છોકરીઓ પાસ થતા ફરી એકવાર બોર્ડના પરિણામમાં છોકરીઓએ મેદાન માર્યું છે. જ્યારે આ વર્ષે પણ ગુજરાતી માધ્યમ કરતા અંગ્રેજી માધ્યમનું પરિણામ વધુ આવ્યું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.13 ટકા અને ગુજરાતી માધ્યમનું પરિણામ 71.09 ટકા પરિણામ જાહેર થયું છે. તે જોતા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓમાં પણ અંગ્રેજી માધ્યમનો ક્રેઝ વધી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાય છે. ઉલ્લેખનીય છે કે, કુલ 1,24,694 નયમિત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી કુલ 1,23,860 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.

રાજ્યમાં 84.17 ટકા સાથે રાજકોટ જિલ્લો પ્રથમ આવ્યો છે. 35 એવી શાળા છે જ્યાં 100 ટકા પરિણામ આવ્યું છે. ધો.12ની સાથે ગુજકેટનું પણ પરિણામ જાહેર કરાયું છે. પરિણામનું વિતરણ સવારે 10થી 4 વાગ્યા સુધી કરવામાં આવશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી જાણી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here