Sunday, September 19, 2021
Homeધો.5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને શિક્ષિકાએ ફૂટપટ્ટી વડે માર માર્યો
Array

ધો.5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને શિક્ષિકાએ ફૂટપટ્ટી વડે માર માર્યો

અમદાવાદ: હાટકેશ્વરમાં આવેલી કર્ણાવતી સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને શિક્ષિકાએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનીને હોમવર્ક ન લાવતા શિક્ષિકાએ ફૂટપટ્ટીથી માર માર્યો હતો. વિદ્યાર્થીનીએ ઘરે જઈને તેના માતા-પિતાને ફરિયાદ કરતા પરિવારજનો પોલીસ ફરિયાદ નોંધાવા ખોખરા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.

ખોખરા હાઉસીંગ બોર્ડમાં રહેતી અને હાટકેશ્વરના સીટીએમ પર આવેલી રાષ્ટ્ર ભારતીય હિન્દી હાઈસ્કૂલના સંકુલમાં આવેલી કર્ણાવતી અંગ્રેજી સ્કૂલમાં ધોરણ 5માં ભણતી 10 વર્ષની વિદ્યાર્થીની ટાઈફોઈડની બીમારીના કારણે થોડા દિવસ સ્કૂલે હોમવર્ક લઈ ગઈ ન હતી જેથી શિક્ષિકાએ ફૂટપટ્ટી વડે માર માર્યો હતો. મારના કારણે વિદ્યાર્થીનીને શરીર પર સોળ પડી ગયા હતા. વિદ્યાર્થીનીને માર મારતા અન્ય વિદ્યાર્થીઓએ વિરોધ પણ કર્યો હતો. હાલમાં સમગ્ર મામલો ખોખરા પોલીસ સ્ટેશન પહોંચી ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments