Tuesday, September 21, 2021
Homeધ્યાન આપો, બદલાઇ ચૂક્યા છે PAN કાર્ડના નિયમો, 1 એપ્રિલથી અમલમાં આવશે
Array

ધ્યાન આપો, બદલાઇ ચૂક્યા છે PAN કાર્ડના નિયમો, 1 એપ્રિલથી અમલમાં આવશે

જો તમે PAN કાર્ડ બનાવા જઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે ઇન્કમ ટેક્સ વિભાગે PAN કાર્ડના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ઇન્કમ ટેક્સ વિભાગ મુજબ, હવે PAN કાર્ડ એપ્લાય કરવા માટે પિતા-માતા અલગ થવાની સ્થિતિમાં પિતાનું નામ આપવાની અનિવાર્યતા સમાપ્ત કરી દેવામાં આવી છે. ઇન્કમ ટેક્સ વિભાગે એક અધિસૂચના દ્વારા ઇન્કમ ટેક્સ નિયમોમાં સંશોધન કર્યું છે. આવો પહેલા જાણીએ 1 એપ્રિલ 2019થી શું બદલાશે…

PAN-Aadhaar: PAN કાર્ડને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન નજીક આવી રહી છે. ઇન્કમ ટેક્સ વિભાગનો નિર્દેશ છે કે 31 માર્ચ 2019 સુધી તમામ PAN હોલ્ડર્સ તેને આધાર સાથે લિંક કરી દે. નહીં તો ઇન્કમ ટેક્સ રિટર્ન નહીં ભરી શકો અને રિફંડ પણ નહીં લઈ શકો. સુપ્રીમ કોર્ટ પણ PAN-આધાર લિંકિંગને વેલિડ માનતા લિંકિંગ વગર ITR ન ભરવા પર મહોર મારી ચૂક્યું છે.

આઈટી વિભાગને એક નાણાકિય વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધુના નાણાકીય લેવડ-દેવડ કરનારી નોન-ઇંડીવિજ્યુઅલ એનિટીટીજ માટે PAN કાર્ડ માટે અરજી કરવી અનિવાર્ય કરી દીધી છે. આવી એન્ટિીટીજને આવતા વર્ષની 31 મે સુધી PAN માટે અરજી કરી દેવી પડશે.

આ ઉપરાંત, કોઈ પણ એવી વ્યક્તિ, જે એક નાણાકીય વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધુનું ટ્રાન્જેક્શન કરનારી નોન-ઇન્ડીવિજ્યુઅલ એન્ટિીટીના મેનેજિંગ ડાયરેક્ટર, ડાયરેક્ટર, પાર્ટનર, ટ્રસ્ટી, લેખક, ફાઉન્ડર, કર્તા, સીઈઓ, પ્રિન્સિપલ ઓફિસર કે અન્ય કોઈ પણ પ્રકારથી એવી એન્ટિીટીજ તરફથી જવાબદાર છે અને PAN નથી રાખતા તો તેમને પણ આગામી વર્ષની 31 મે સુધી PAN માટે અરજી કરવી જરૂરી છે.

નવા ડિઝાઇનવાળા PAN કાર્ડ- નવા ઇશ્યૂ થનારા PAN કાર્ડ પર હવે આવેકદનું નામ, પિતા કે માતાનું નામ, જન્મતિથિ અને PAN નંબર ઉપરાંત QR કોડ પણ હશે. QR કોડમાં આવેદકનો ફોટો અને સહી સહિત ઉલ્લેખિત વિગતો પણ હશે. આ ડિટેલ્સ ડિજીટલી સાઇન્ડ અને કોડેડ હશે. તેને લીધે ક્યાંય પણ PAN ડિટેલ્સ આપવાની જરૂર પડવા પર સ્કેનિંગ દ્વારા ડિટેલ્સ આપી શકાશે. નવા PAN કાર્ડમાં ફોટો, સહી, હોલોગ્રામ અને QR કોડની જગ્યા બદલાયેલી હશે. QR કોડ e-PANમાં પણ મળશે.

QR કોડ કેવી રીતે થશે રીડ- QR કોડને વિશેષ મોબાઇલ એપ દ્વારા રીડ કરી શકાશે. તેના માટે Google પ્લે સ્ટોર પર મોબાઇલ એપ ઉપલબ્ધ છે. (Keywords- Enhanced PAN QR Code Reader). જોકે, QR કોડ રીડ કરવા માટે 12 મેગાપિક્સલ કે તેનાથી વધુનો ઓટો ફોકસ કેમેરા જરૂરી હશે.

જૂની ડિઝાઈનવાળા PAN પણ રહેશે વેલિડ- મળતી જાણકારી મુજબ, નવી ડિઝાઇનવાળા PAN કાર્ડ આવ્યા બાદ 7 જુલાઈ 2018થી પહેલા ઇશ્યૂ કરવામાં આવેલા જૂની ડિઝાઇનવાળા PAN કાર્ડ અને e-PAN પણ વેલિડ રહેશે.

ક્યાં ઉપલબ્ધ છે જાણકારી- નવી ડિઝાઇનવાળા કાર્ડ વિશે https://www.tin-nsdl.com/ પર જાણકારી ઉપલબ્ધ છે. જ્યારે તમે આ વેબસાઇટ પર જશો તો એક પોપ અપ અવશે, જેમાં કન્ટીન્યૂ પર ક્લિક કર્યા બાદ નવા PAN કાર્ડ ડિઝાઇનની જાણકારીવાળું પોપ અપ આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments