ધ્યાન નહિ રાખવામાં આવે તો 2050 બાદ ભારતમાં દૂધ, ઘઉં અને ચોખાની અછત સર્જાશે

0
32

મુંબઈઃ કલાઈમેટ ચેન્જને લઈને ભારત જો હાલ સજાગ નહિ થાય તો આવનારા સમયમાં તેના માટે આ વાત ખૂબ જ મોંઘી સાબિત થઈ શકે છે. દેશમાં શાકભાજી-ફળો સિવાય દૂધની પણ અછત સર્જાશે. આ વાત મિનિસ્ટ્રી ઓફ એનવરોમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ મંત્રાલયના રિપોર્ટમાં બહાર આવી છે. તેને બીજેપી સાંસદ મુરલી મનોહર જોષીની અધ્યક્ષતા વાળી સમિતિએ સંસદમાં રજૂ કરી છે.

ઉતર ભારતમાં કલાઈમેટ ચેન્જના પગલે કપાસ ઉત્પાદન ઓછું થવાની શકયતા

  • રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દૂધના ઉત્પાદનને લઈને જો તકેદારી નહિ રાખવામાં આવે તો તેની અસર 2020 સુધીમાં દેખાશે. દૂધના ઉત્પાદનમાં 1.6 મેટ્રિક ટનનો ઘટાડો આવી શકે છે. આ સિવાય ચોખા સહિત ઘણા પાકોના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. અને તેની સીધી અસર ખેડૂતોની આજીવીકા પર પડશે.
  • કલાઈમેટ ચેન્જની સીધી અસર પાક પર જોવા મળશે. 2020 સુધીમાં ઘઉંના ઉત્પાદનમાં 4થી 6 ટકા, બટાકામાં 11 ટકા, મકાઈમાં 18 ટકાનો ઘટાડો આવી શકે છે. સૌથી વધુ ખરાબ અસર ઘઉંના ઉત્પાદન પર થશે, એક અનુમાન મુજબ ઘઉંનું ઉત્પાદન 60 લાખ ટન સુધી ઘટશે.
  • રિપોર્ટ મુજબ દૂધના ઉત્પાદનમાં સૌથી વધુ ઘટાડો ઉતર પ્રદેશ, તામિલનાડું, રાજસ્થાન અને પં.બગાળમાં જોવા મળશે. ગ્લોબલ વોર્મિંગથી આ રાજયોમાં ગરમી ઝડપથી વધશે. તેનાથી પાણીનો ઘટાડો થશે અને તેની અસર પશુઉત્પાદકતા પર પડશે.
  • સફરજનના બાગો પર પણ કલાઈમેટ ચેન્જની ખરાબ અસર પડશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સફરજનની ખેતી સમુદ્રના તળીયેથી 2500 ફીટની ઉંચાઈ પર કરવાની રહેશે. કારણ કે હાલ ખેતી 1230 મીટરના ઉંચાઈ પર થાય છે. આવનારા દિવસોમાં ગરમી વધવાથી સફરજનના બાગો સૂકાઈ જશે અને ખેતીને ઉંચાઈવાળી જગ્યાએ સ્થળાંતર કરવી પડશે.
  • ઉતર ભારતમાં કલાઈમેટ ચેન્જના કારણે કપાસ ઉત્પાદન ઓછું થવાની શકયતા છે. જયારે મધ્ય અને દક્ષિણ ભારતમાં વધારો થવાની શકયતા છે. જયારે બીજી તરફ કેરળ, તામિલનાડું, કર્ણાટક અને મહારાષ્ટ્ર, અંદમાન નિકોબાર અને લક્ષદ્રીપમાં નારિયેળના ઉત્પાદનમાં વધારો થઈ શકે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here