ધ્રાંગધ્રાના દુદાપુર નજીક સર્જાયો અકસ્માત,બાઈકચાલકનું નીપજ્યું મોત

0
23

સુરેન્દ્રનગરમાં અવારનવાર અકસ્માતના બનાવ સામે આવતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જ્યાં એક બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે.

આપને જણાવી દઈએ કે ધ્રાંગધ્રાના દુદાપુર પાસે એક અકસ્માત સર્જાયો હતો. ભરાળા ગામ તરફથી આવી રહેલા ટેમ્પાચાલકે બાઈકચાલકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે દોડીઆવી અને મૃતકની લાશને પીએમ માટે ધ્રાંગધ્રાની હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here