ધ્રોલના જાયવા ગામ પાસે બે કાર વચ્ચે ટક્કર, ત્રણના મોત, બે ગંભીર

0
109

જામનગર: રાજકોટ-જામનગર હાઇવે પર જાયવા ગામ નજીક હ્યુંડાઇ વર્ના અને સ્વીફ્ટ ડીઝાયર કાર વચ્ચે અકસ્માત સર્જાતા રાજકોટના રાજેન્દ્રસિંહ ડી. ગોહિલ (ઉ.28), જામનગરના જયેશ મેરૂભાઇ રબારી (ઉ.35) અને વઢવાણના મહેશ પ્રવીણભાઇ ભાડકાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ભીખાભાઇ જીવણભાઇ બાંભવા અને કિરણભાઇ રબારીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલે ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતા ધ્રોલ પોલીસની ટીમ દોડી આવી હતી.

સ્વીફ્ટ ડીઝાયર કારનો આગળનો ભાગ છૂંદાઇ ગયો હતો તો હ્યુંડાઇ વર્ના કાર પલ્ટી મારી ઉંધી વળી ગઇ હતી. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જામનગરનો રબારી પરિવાર કોઇ કામ માટે કાર લઇને સુરેન્દ્રનગર જઇ રહ્યો હતો ત્યારે રાજકોટ તરફથી આવતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ડીવાઇડર ટપીને ધડાકાભેર અથડાઇ હતી. મૃતકમાં એક એસઆરપી જવાનનું મોત થયાનું જાણવા મળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here