‘ધ કપિલ શર્મા શો’ માટે અર્ચનાને 20 એપિસોડ્સના 2 કરોડ રૂપિયા મળશે, સિદ્ધુને 12 ગણી વધુ ફી મળતી

0
61

ટેલિવિઝન ડેસ્કઃ ‘ધ કપિલ શર્મા શો’માં નવજોત સિદ્ધુને સ્થાને અર્ચના પૂરણ સિંહ આવી છે. અર્ચના આ શોમાં 20 એપિસોડ્સમાં જોવા મળશે. જેના માટે તેને 2 કરોડ રૂપિયા મળશે.

10 વર્ષથી ચેનલ સાથે
પ્રોડક્શન હાઉસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અર્ચના છેલ્લાં 10 વર્ષથી આ ચેનલ સાથે જોડાયેલી છે. તેથી જ બંનેએ એકબીજા સાથે ફીને લઈ કંઈ જ માથાકૂટ કરી નહોતી. ‘કોમેડી સર્કસ’ની પૂરી સિઝન માટે અર્ચનાને 2 કરોડ રૂપિયા મળ્યાં હતાં. હવે, કપિલ શર્માના શો માટે પણ ચેનલે બે કરોડ રૂપિયા અર્ચનાને આપવાનું નક્કી કર્યું છે. અર્ચના તરત જ તૈયાર થઈ ગઈ હતી. અર્ચનાને 20 એપિસોડ માટે 2 કરોડ રૂપિયા આપવામાં આવશે.

અર્ચના કરતાં 12 ગણી વધારે રકમ મળતી નવજોતને 
અર્ચનાને એક એપિસોડ દીઠ 10 લાખ રૂપિયા મળશે. જોકે, કપિલ શર્માના શોમાં નવજોતને અર્ચનાને મળતી રકમ કરતાં 12 ગણી વધારે રકમ મળતી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવજોતને આ શો માટે વાર્ષિક 25 કરોડ રૂપિયા મળતા હતાં. સિદ્ધુને આટલી મોટી રકમનું નુકસાન થાય તેવી શક્યતા ઓછી છે. સૂત્રોના મતે, હજી સુધી સિદ્ધુએ રાજીનામુ આપ્યું નથી. ચેનલ તથા શોના પ્રોડ્યૂસર સલમાન ખાન આ વિવાદ શાંત પડે તેની રાહ જુએ છે અને શક્યતા છે કે સિદ્ધુ ફરી આ શોમાં પરત આવશે. અલબત્ત, ચેનલે કપિલ શર્મા અને તેની ટીમને આ વિવાદ પર કંઈ પણ બોલવાની ચોખ્ખી ના પાડી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here