Monday, October 18, 2021
Homeધ ગ્લેન મેક્સવેલ શો: 50 બોલમાં સદી ફટકારી ઓસ્ટ્રેલિયાને પહેલી વખત ભારત...
Array

ધ ગ્લેન મેક્સવેલ શો: 50 બોલમાં સદી ફટકારી ઓસ્ટ્રેલિયાને પહેલી વખત ભારત સામે ટી-20 સિરીઝ જીતાડી

સ્પોર્ટ્સ ડેસ્ક: 191 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ ગ્લેન મેક્સવેલના 55 બોલમાં 113 રનની સહાયથી 7 વિકેટે મેચ જીતી હતી. મેક્સવેલે પોતાના ટી-20 કરિયરની ત્રીજી સદી ફટકારી હતી. તેણે આ ઇનિંગ્સ દરમિયાન 9 છગ્ગા અને 7 ચોક્કા ફટકાર્યા હતા. આ સાથે જ ઓસ્ટ્રેલિયા પહેલી વાર ભારત સામે ટી-20 બાઈલેટરલ સિરીઝ જીત્યું હતું. તેમજ વિરાટ કોહલી ની કપ્તાનીમાં ભારતે પહેલી વાર કોઈ પણ ફોર્મેટમાંસિરીઝ હાર્યું હતું. મેક્સવેલ સિવાય ડાર્સી શોર્ટ પણ 40 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે વિજય શંકરે 2 અને સિદ્ધાર્થ કોલે 1 વિકેટ લીધી હતી.

વિરાટ કોહલી પહેલી વાર ઘરઆંગણે સિરીઝ હાર્યો

વિરાટ કોહલી કેપ્ટ્ન તરીકે ભારતમાં 16 સિરીઝ રમ્યો છે. તેમાંથી તેણે 14 સિરીઝમાં જીત મેળવી છે. 1 સિરીઝ ડ્રો રહી હતી જયારે આ મેચ સાથે કોહલી પહેલી વાર ઘરઆંગણે કોઈ સિરીઝ હાર્યો છે.

ધોની 350 સિક્સ લગાવનાર પહેલો ભારતીય બન્યો

ઇનિંગ્સની 13મી ઓવરના ત્રીજા બોલ પર એમએસ ધોનીએ મિડવિકેટ પર સિક્સ લગાવી અને આની સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટ માં પોતાની 350 સિક્સ પુરી કરી. આ રેકોર્ડ બનાવનાર પહેલો ખેલાડી બન્યો છે. ધોનીએ ત્રણ ફોર્મેટમાં 526 સિક્સ લગાવી છે. ભારત તરફથી સિક્સ લગાવવામાં રોહિત શર્મા(322 મેચ, 349 સિક્સ)બીજા નંબર પર છે. દુનિયામાં ક્રિસ ગેલ (446 મેચ, 492 સિક્સ) પહેલાં નંબરે છે. આ સિવાય કોહલી અને ધોની બન્નેએ ટી-20 ઇન્ટરનેશનમાં 50-50 સિક્સ લગાવી છે.

નંબર ગેમ:

ઇન્ટરનેશનલ ટી-20માં સૌથી વધુ સદી:

4 – રોહિત શર્મા
3 – કોલીન મુનરો, ગ્લેન મેક્સવેલ*

ઇન્ટરનેશનલ ટી-20માં ચેઝ કરતા સૌથી વધુ સદી

2 – લોકેશ રાહુલ
2 – ગ્લેન મેક્સવેલ

ટી-20માં ઓસ્ટ્રેલિયા માટે ભારત વિરુદ્ધ સર્વાધિક સ્કોર

113* ગ્લેન મેક્સવેલ*
89 આરોન ફિન્ચ, રાજકોટ,2013
76 રિકી પોન્ટિંગ, મુંબઈ, 2007
62* મોસેસ હેનરિક્સ, ગુહાટી, 2017

2 મેચની ટી-20 સિરીઝમાં સૌથી વધુ રન

211 રન – ગ્લેન મેક્સવેલ વિરુદ્ધ શ્રીલંકા, 2016
169 રન – ગ્લેન મેક્સવેલ વિરુદ્ધ ભારત, 2019*

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments