Sunday, October 17, 2021
Homeનંદુરબારની નર્મદામાં સર્જાયેલી બોટ દુર્ઘટનામાં બે બાળક સહિત એક જ ગામના 7...
Array

નંદુરબારની નર્મદામાં સર્જાયેલી બોટ દુર્ઘટનામાં બે બાળક સહિત એક જ ગામના 7 લોકોના મોત

સુરતઃ  ગુજરાત સરહદે આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના ધડગાંવ તાલુકાના ભુસ્સા ગામમાં મંગળવારે નર્મદા નદીમાં બોટ ડૂબી હતી. બોટ દુર્ઘટનામાં બધુવારે એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવતાં વધુ બે મૃતદેહ મળી આવ્યાં હતાં. જેથી મરણાંક સાત થયો છે. એક જ ગામના સાત લોકોના મોતથી સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું.

મંગળવારે 70થી વધુ ભાવિકો સાથેની બોટ નર્મદા નદીમાં પલટી મારી ગઈ હતી. સ્થાનિકોએ 44 પ્રવાસીઓને બચાવ્યાં હતાં. જ્યારે બુધવારે સવારથી એનડીઆરએફની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતાં સિમર ભાઈદાસ પાવરા (ઉ.વ.આ.સાડા ચાર વર્ષ) અને મોનિકા વીરસિંગ પાવરા (ઉ.વ.આ. છ વર્ષ) બન્ને રહે તેલખેડી તાલુકો ધડગાંવ જિલ્લો નંદુરબારના મૃતદેહ મળી આવ્યાં હતાં. જેથી બન્નેના મૃતદેહ ધડગાંવ સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મોકલવામાં આવ્યા હતાં.

નંદુરબાર જિલ્લાના તેલખેડી નામના એક જ ગામના સાત લોકોના દુર્ઘટનામાં મૃત્યું થતાં સમગ્ર ગામમાં શોકનો માહોલ ફેલાયો હતો. મૃતકોના પરિવારના આક્રંદથી હોસ્પિટલ ગમગીન બની ગઈ હતી. તમામ મૃતકોના બુધવારે સાંજે સામુહિક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં નંદુરબાર જિલ્લાના હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments