Saturday, September 25, 2021
Homeનંદુરબારમાં બે જુથ વચ્ચે અથડામણ, તલવારથી હુમલો કરતા ભાજપ ના કોર્પોરેટર ઈજાગ્રસ્ત
Array

નંદુરબારમાં બે જુથ વચ્ચે અથડામણ, તલવારથી હુમલો કરતા ભાજપ ના કોર્પોરેટર ઈજાગ્રસ્ત

સુરતઃ ગુજરાત રાજ્યને અડીને આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર શહેરમાં મોડી રાત્રે મહારાષ્ટ્ર શાળા નજીક બે જુથમાં મારામારી દરમિયાન તલવાર અને ગુપ્તી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં નંદુરબાર શહેરના ભાજપ ના કોર્પોરેટ આનંદ માળીના માથા પર તલવારથી હુમલો કર્યો હતો. જેથી માળીને ગંભીર ઇજા પહોંચી હતી.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ઇજાગ્રસ્ત ભાજપના કાર્યકર્તા આનંદ માળીને નંદુરબાર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નંદુરબાર શહેરમાં તણાવપૂર્ણ માહોલમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. મોડી રાત્રે એસપી સંજય પાટીલ એડીશનલ એસપી ચંદ્રકાંત ગવળી, ડીવાયએસપી રમેશ પવાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. લોકસભાની ચૂંટણી પહેલાં થયેલી બબાલના કારણે રાજકીય વાતાવરણ ગરમાઈ ગયું છે.પોલીસે ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments