નક્સલી હુમલામાં શહીદ થયેલા ભાઈની બંદૂક પર મહિલાએ બાંધી રાખડી, લેશે મોતનો બદલો

0
0

દેશમાં સ્વતંત્રતા દિવસની સાથે જ રક્ષાબંધનની પણ ઉજવણી કરવામાં આવી. આ અવસરે એક બહેનને પોતાના ભાઈની બંદૂક પર રાખડી બાંધી. છત્તીસગઢ પોલીસની મહિલા કોન્સ્ટેબલ કવિતા કૌશલે પોતાના શહીદ ભાઈ આસિસ્ટન્ટ કોન્સ્ટેબલ રાકેશ કૌશલની બંદૂક પર રાખડી બાંધી. તેઓ ઓક્ટોબર 2018માં નક્સલી હુમલામાં શહીદ થયા હતા.

અરનપુર વિસ્તારમાં થયેલા નક્સલી હુમલામાં બે પોલીસ કર્મીઓ અને દૂરદર્શનના એક કેમેરામેનનું મૃત્યુ થયું હતું. આ હુમલામાં રાકેશ કૌશલ શહીદ થયા. કવિતા કૌશલ પોતાના ભાઈને યાદ કરીને તેની સર્વિસ ગન પર રાખડી બાંધી. આ સર્વિસ ગન હવે કવિતા કૌશલને અલોટ કરવામાં આવી છે. તેઓએ કહ્યું કે મેં છત્તીસગઢ પોલિસમાં મારા ભાઈની જગ્યા લીધી છે. મેં પોલિસ વિભાગને તેની સર્વિસ ગન મને આપવા માટે અનુરોધ કર્યો હતો. નક્સલી ડરપોક હોય છે. હું દંતેશ્વરી ફાઈટ્સમાં સામેલ થઈને મારા ભાઈના મૃત્યુનો બદલો લેવા ઈચ્છું છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here