Thursday, August 11, 2022
Homeનડિયાદ: એક જ શિક્ષક, ધો.1થી 5 ના બાળકોનું ખુલ્લામાં શિક્ષણ
Array

નડિયાદ: એક જ શિક્ષક, ધો.1થી 5 ના બાળકોનું ખુલ્લામાં શિક્ષણ

- Advertisement -

નડિયાદ પાસેના સલુણ ગામના વૈદના કુવા પ્રાથમિક શાળામાં ધો. 1 થી 5 ના વર્ગમાં કુલ 54 બાળકો અભ્યાસ કરે છે. સ્કૂલના રૂમ નાના હોવાથી એક રૂમમાં તમામ વિદ્યાર્થી બેસી શકે તેમ ન હોવાથી બહાર બેસાડવા પડે છે. દોઢ વર્ષથી શાળામાં શિક્ષકની નવી ભરતી ના થતા મુખ્ય શિક્ષક (આચાર્ય) સંજય વાઘેલા જ 5 ધોરણના બાળકોને એકસાથે ભણાવે છે. શાળામાં બે નાના વર્ગખંડ છે પણ તેમાં એક સાથે 54 બાળકોને બેસાડી શકાય માટે ખૂલ્લામાં જ શિક્ષણ આપવું પડે છે.

સલુણ ગામના વૈદના કુવા પરાં વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં ધો. 1 થી 5 ના વર્ગમાં કુલ 54 બાળકો અભ્યાસ કરે છે. છેલ્લા દોઢ વર્ષથી શાળામાં શિક્ષકની નવી ભરતી ના થતા મુખ્ય શિક્ષક (આચાર્ય) સંજય વાઘેલા જ તમામ પાંચ ધોરણના બાળકોને એકસાથે ભણાવે છે. શાળામાં બે નાના વર્ગખંડ છે પણ તેમાં એક સાથે 54 બાળકોને બેસાડી શકાય તેમ ના હોવાથી અને બહાર તમામ બાળકો પર એકસાથે નજર રહે તે માટે તેમણે ખૂલ્લામાં જ શિક્ષણ આપવું પડે છે. જો બ્લેકબોર્ડ પર કઇ લખીને શીખવાડવાનું આવે તે આચાર્ય તે ધોરણના બાળકોને ક્લાસરૂમમાં જાય છે, તે દરમિયાન બાકીના ધોરણના બાળકો પોતાની રીતે પ્રવૃત્તિ કરે છે. મુખ્ય શિક્ષક રજા પર જાય ત્યારે તેમને વૈકલ્પિક શિક્ષકની વ્યવસ્થા કરવા જિલ્લા કક્ષા સુધી ભલામણો કરવી પડે છે.

પ્રાથમિક શાળામાં આચાર્યનો હોદ્દો એટલે મુખ્ય શિક્ષક જ છે. તેમનું પણ કામ શૈક્ષણીક કાર્ય કરાવવાનું છે.  54 વિદ્યાર્થી હોવાથી બે શિક્ષક મળવા પાત્ર છે. એક જગ્યા ખાલી પડી છે. જે ટુંક સમયમાં ભરાઇ જશે.’-બી. કે. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ખેડા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular