Sunday, February 16, 2025
Homeનડિયાદ : કાઉન્સિલરના કેસમાં 4 અઠવાડિયામાં નિર્ણય આપવા જિલ્લા કલેક્ટરને હાઇકોર્ટનો હુકમ
Array

નડિયાદ : કાઉન્સિલરના કેસમાં 4 અઠવાડિયામાં નિર્ણય આપવા જિલ્લા કલેક્ટરને હાઇકોર્ટનો હુકમ

- Advertisement -

નડિયાદઃ નડિયાદ પાલિકાના ભાજપના કાઉન્સીલર વિજય રાવને ગેરલાયક ઠેરાવવાના કેસમાં અરજદારે હાઇકોર્ટમાં કરેલી અરજીના પગલે હવે આ કેસનો ચાર અઠવાડિયામાં નિર્ણય કરવાનો વડી અદાલતે હુકમ કર્યો છે. અરજદાર તરફથી આ હુકમની બજવણી કલેક્ટરને કરી દેવાઇ છે.

નડિયાદમાં વોર્ડ નં. 13 વાણિયાવડ વિસ્તારના ભાજપના કાઉન્સીલર તરીકે વિજય રાવ ચૂંટાયા છે. પરંતુ તેઓ પાલિકાના જનરલ બોર્ડમાં સતત ગેરહાજર રહેતા તેઓ હવે આ સભ્યપદે રહી શકે નહીં, અને નિયમ મુજબ તેઓને ગેરલાયક ઠેરવવા માટે RTI એક્ટિવીસ્ટ દિપલ શાહે બે વર્ષ અગાઉ ખેડા જિલ્લાના કલેક્ટર સમક્ષ અરજી કરી છે. આ કેસમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા તા. 6/3/2018ના રોજ હુકમ થઇ ચૂક્યો છે. જે વાતને સવા વર્ષ વીતી જવા છતાં ગમે તેમ કરીને આ કેસમાં રાજકીય દાવપેચ રમી કેસને ગૂંચવીને સભ્યપદ ટકાવવા માટે હવાતિયાં મારવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે. છેલ્લા ચાર માસ ઉપરાંતથી આ કેસ ખેડા જિલ્લા કલેક્ટર (નડિયાદ)ની કોર્ટમાં ચાલતો હોવા છતાં તેનો નિર્ણય આવતો નથી.

પ્રતિવાદી વિજય રાવ દ્વારા નવા નવા ઇશ્યુ ઊભા કરવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરાયો છે. તેથી રાજકીય દાવપેચથી આ કેસને ગૂંચવવાનો પ્રયાસ થતો હોવાની આશંકા સાથે અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં Constitution Act Under Section-226; 227 મુજબ દિપલ શાહે રીટ પિટીશન કરી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા આ કેસનો ચાર અઠવાડિયામાં નિર્ણય કરવા કલેક્ટરને હુકમ કર્યો છે. જેને લઇ હવે ચાર અઠવાડિયામાં નિર્ણય આવશે તેવી આશા બંધાઇ છે. હાઇકોર્ટના હુકમ બાદ હવે આ કેસમાં તા. 16 જુલાઇની મુદત આપવામાં આવી છે.

ઝડપી નિર્ણયના આશયથી રિટ કરી છે
વોર્ડ નં. 13ના સભ્ય વિજય રાવની વિરૂદ્વ મ્યુનિસિપલ એક્ટ 39 1 (ખ) મુજબ અરજી કરી હતી. જેમાં અપીલ અધિકારી શહેરી વિકાસ દ્વારા તા. 6/3/2018ના રોજ હુકમ થઇ ગયેલો હોવા છતાં સભ્ય પોતાનું સભ્યપદ બચાવવા રાજકીય રમતો રમી આ કેસને ગૂંચવવાનો પ્રયાસ કરવામાં કોઇ પાછીપાની કરતા નથી. તેથી હવે આ કેસનો જલ્દી નિવેડો આવે તે મુખ્ય આશયથી હાઇકોર્ટમાં રીટ પિટીશન કરાતા હવે આ કેસમાં 4 અઠવાડિયામાં નિર્ણય આપવાનો હુકમ કર્યો છે. > દિપલ શાહ, અરજદાર

હાઇકોર્ટના ડાયરેક્શન બાદ હવે કલેક્ટર નિર્ણય કરશે
હાઇકોર્ટ દ્વારા ડાયરેક્શન આપવામાં આવ્યું છે. અગાઉના કલેક્ટર કુલદીપ આર્યએ આવા હુકમ વગર એક માસ જેટલા સમયમાં ડીસીસન આપી દીધું હતું. હવે હાઇકોર્ટનું ડાયરેક્શન મળ્યું છે. એટલે હવે કલેક્ટરે જે કાર્યવાહી કરવાની હશે તે કરશે. બાકી આ કેસમાં પાલિકાનું રજિસ્ટર ફ્રોડ છે, એવું અમે અગાઉ જણાવી ચૂક્યા છે. એમાં 25 ભૂલો છે. આ કેસમાં જરૂર જણાશે તો કલેક્ટર સાહેબ કદાચ જૂના સીઓને બોલાવશે. બાકી મેં અગાઉ અરજી આપી છે, જેમાં જણાવ્યું છે કે, ત્યારના પ્રમુખની ઉલટ તપાસ કરવી, સર્ટિફાઇડ પુરાવા આપવા. હવે આ કેસમાં જે કરવાનું છે, તે કલેક્ટરને કરવાનું છે. > વિજય રાવ, કાઉન્સીલર, નડિયાદ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular