Saturday, September 18, 2021
Homeનડિયાદ : ટ્રક પાછળ મોટરસાયકલ ઘૂસી જતાં ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું
Array

નડિયાદ : ટ્રક પાછળ મોટરસાયકલ ઘૂસી જતાં ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું

ખેડા જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. ગત મધરાતે ગુતાલ પાસેના બ્રીજ પર બંધ ટ્રક પાછળ મોટરસાયકલ ઘૂસી જતાં ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

નડિયાદ પાસેથી પસાર થતાં હાઈવે નં. 48 પર ગત મધરાત્રે એક અકસ્માત સર્જાતા યુવાનનું મોત થયું છે. નડિયાદના ગુતાલ પાસેના હાઈવે પરથી અમદાવાદ તરફ જતી ટ્રક નં.GJ 12 Y 9850નું એકાએક ડિઝલ પુરુ થતાં ચાલકે ટ્રકને અહીંયાના બ્રીજ પર સાઈડમાં ઉભી કરી હતી. પાર્કીંગ લાઈટ ચાલુ કરી ટ્રક ચાલક વાહનને આગળ અને પાછળના ભાગે નિશાની કરવા જતો હતો ત્યારે એકાએક પાછળથી પુરપાટે આવતાં મોટર સાયકલ નં.GJ 07 CK 0624ના ચાલક ઉપરોક્ત બંધ ટ્રકના પાછળના ભાગે જોરથી અથડાયો હતો.

આ અકસ્માતમાં બાઈક ચાલક જોસેફ ક્રિશ્ચિયનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઉપરોક્ત ટ્રક ચાલકે આ અંગે 108 એમ્બ્યુલન્સનો તુરંત સંપર્ક કરતાં 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં બાઈક ચાલક જોસેફનું કરુણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આથી આ અંગે ટ્રક ચાલક રમેશ યાદવની ફરિયાદના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments