નડ્ડાએ ફેરવ્યા સુપડા, TDPનાં રાજ્યસભાનાં 4 સાંસદ ભાજપમાં ભળ્યા, ચંદ્રબાબુને મોટો ઝટકો

0
8

  • CN24NEWS-21/06/2019
  • ભાજપ જ્યારે રાજ્યસભામાં પોતાનાં સભ્યબળને વધારવા માટે એક-એક બેઠક માટે પણ લડી લેવાનાં મુડમાં જોવા મળી રહ્યું છે. અને 3 રાજ્યની 6 રાજ્યસભાની ચૂંટણી માટે પણ ફૂંકી ફૂંકીને સોગઠા ગોઠવી રહ્યું છે. ત્યારે ભાજપનાં નવા નિમાયેલા કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ જાણે રાજ્યસભામાં સુપડુ માર્યું હોય તેવો ક્યાસ જોવા મળી રહ્યો છે. નડ્ડાએ સુકાન સંભાળતા ચંદ્રબાબુ અને તેલુગુ દેશમ પાર્ટી એટલે કે TDPને મોટો ઝટકો આપી દીધો છે. ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીનાં એક સાથે રાજ્યસભાનાં 4 સાંસદો ભાજપમાં જોડાય જતા જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે.

લોકસભા 2019ની ચૂંટણીમાં કારમા હાર પછી બાદ ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ને વધુ એક ફટકો પડ્યો છે. ગુરૂવારે ટીડીપીના રાજ્યસભાના છ સાંસદોમાંથી ચાર સાંસદ ભાજપમાં સામેલ થઈ ગયા છે. અગાઉ તેમણે ટીડીપીનું ભાજપમાં વિલિનિકરણ કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. જેને ભાજપ દ્વારા મંજૂર કરાવામાં આવ્યો હતો. ત્યારે ગુરૂવારે સાંજે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ ટીડીપીના ત્રણ રાજ્યસભા સાંસદને ઔપચારિક રીતે પક્ષમાં સામેલ કર્યા છે. એક સાંસદની તબિયત ખરાબ હોવાના કારણે પત્રકાર પરિષદમાં હાજર રહ્યી શક્યા ન હતા. જોકે તેમનું પણ ભાજપમાં જોડાવવાનું નકકી જ મનાય રહ્યું છે.

આજે ભાજપમાં ભળીજનાર સાંસદોમાં ટી જી વેંકટેશ, સી એમ રમેશ, વાઈ એસ ચૌધરી અને જી એમ રાવનો સમાવેશ થાય છે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે લાંબા સમયથી આ સાંસદો વિચારી રહ્યા હતા કે PM મોદીના નેતૃત્વમાં જે રીતે દેશનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે આંધ્રપ્રદેશના વિકાસ માટે તેમણે ભાજપમાં સામેલ થવું જોઈએ. તેમણે કહ્યું હતું કે ગુરૂવારે આ સાંસદોએ ભાજપના અધ્યક્ષ અમિત શાહને પત્ર લકીને કહ્યું હતું કે તેઓ ભાજપમાં જોડાવા ઈચ્છે છે. ત્યારબાદ ટીડીપીના સાંસદો અને ભાજપનો પત્ર લઈને અમે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પાસે પહોંચ્યા હતા. હવે તેઓ ભાજપના સભ્ય છે. આ ચાર સાંસદોના આગમનથી આંધ્રપ્રદેશમાં ભાજપનો જનાધાર વધશે.

સાંસદોના ભાજપ ગમન પર આવી હતી ચંદ્રબાબુની પ્રતિક્રિયા… 

ચાર સાંસદ ભાજપમાં જોડાયા તે અંગે TDP અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું કે પોતાની પાર્ટી માટે આ કોઇ નવુ સંકટ નથી. અમે ભાજપ સાથે ફક્ત આંધ્રપ્રદેશનાં વિશેષ રાજ્યનો દરજ્જો  અપાવા માટે લડ્યા હતા. સ્પેશિયલ સ્ટેટસ માટે અમારા કેન્દ્રીય મંત્રીઓએ પોતાનું પદ છોડી દીધું હતું. તો સાથે સાથે તેમણે ટીડીપીને નબળી પાડનાર ભાજપના પગલાની ટીકા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here