Sunday, December 5, 2021
Homeનરગીસ ફખરીએ પ્રેગનેન્સીને લઈ જાહેરમાં કહ્યું કે મારી બેઈજ્જતી શા માટે કરો...
Array

નરગીસ ફખરીએ પ્રેગનેન્સીને લઈ જાહેરમાં કહ્યું કે મારી બેઈજ્જતી શા માટે કરો છો અને પછી…..

નરગીસ ફખરી ઘણા સમયથી જનતાનાં અવાજો સહન કરતી આવી છે પણ હવે એ બગડી છે અને જનતાને જવાબ આપ્યો છે અને બધાને ઝાટકી નાખ્યાં છે. નરગીસ ફખરીને લઇને ઘણા સમયથી આ ખબરો મીડિયામાં ચાલી રહી હતી કે તે હોલીવુડના ડાયેરેક્ટરની સાથે પ્રેમમાં છે. ત્યાર બાદ એવી ખબર આવી કે તેનું બ્રેકઅપ થઇ ગયું છે અને હાલમાં એવી પણ ખબરો સામે આવી છે કે નરગીસ ફખરી પ્રેગનેન્ટ છે. પરંતુ નરગીસ ફખરીએ આ અંગે પોતે જાતે ખુલાસો કર્યો છે અને તેની ભડાસ કાઢી છે.

https://twitter.com/NargisFakhri/status/1083876636812963840

નરગીસ ફખરીએ સોશિયલ મિડીયા પર તેની ભડાસ કાઢી અને દરેક ખબરને માત્ર એક અફવા ગણાવી છે. સાથે તમામ મીડિયા હાઉસને આ સલાહ આપી છે કે તે પોતાની ભૂલ સુધારે. ટ્વિટર પર નરગીસે કહ્યું કે આ બધી બકવાસ છે.તમે કેવી રીતે આ ખોટી ખબર ચલાવી શકો છો અને મારી બેઇજ્જતી કરી શકો છો. કારણકે મારું વજન વધી ગયું છે એવી પણ ખબર લખી છે. અને મારા અંગે બિલકુલ પણ જાણકારી નથી અને આ ખબરનો એક-એક શબ્દ ખોટો છે. તમારે એક-એક સચ્ચાઇ તપાસ કરવી જોઇએ. પછી જ જનતા સામે મુકવું જોઈએ.

https://twitter.com/NargisFakhri/status/1083879882180841473

નરગીસ ફખરી એક હોરર ફિલ્મ અમાસમાં જોવા મળશે. તે આ સમયે આ ફિલ્મના પ્રમોશનને લઇને ભારતમાં છે. સતત તેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે. આ ફિલ્મ જલદી જ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments