Wednesday, September 22, 2021
Homeનરેન્દ્ર મોદીની બાયોપિકના ટ્રેલરનો ઉડ્યો મજાક, સોશિયલ મીડિયા પર કંઈક આવા જોક્સ...
Array

નરેન્દ્ર મોદીની બાયોપિકના ટ્રેલરનો ઉડ્યો મજાક, સોશિયલ મીડિયા પર કંઈક આવા જોક્સ થઈ રહ્યા છે વાઈરલ

પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિકનું ટ્રેલર લોન્ચ થઈ ચૂક્યું છે. જેમાં વિવેક ઓબરોય નરેન્દ્ર મોદીનો કિરદાર પ્લે કરી રહ્યા છે. ફિલ્મમાં એક્ટર મનોજ જોશી અમિત શાહનો રોલ પ્લે કરી રહ્યા છે. ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા યુઝર્સ દ્રારા અલગ અલગ રીતના રિએક્શન મળી રહ્યા છે. સોશિયલ મીડિયાના યુઝર્સે અલગ અલગ મીમ બનાવી શેર કર્યા છે.

ફિલ્મમાં હમ હિન્દુસ્તાની નહીં બન પાએ, મા મેં સંન્યાસી બનના ચાહતા હું. અને હાથ કાટ દૂંગા જેવા ડાઈલોગનો ખૂબ મજાક ઉડાવવામાં આવી રહ્યો છે.

ગીતકાર જાવેદ અખ્તરને ફિલ્મની ક્રેડિટ લાઈનમાં ગીતકારની બતાવતા હેરાન થઈ ગયા હતા. તેમણે ટ્વીટ કરી લખ્યું હતું કે, હું ફિલ્મના પોસ્ટરમાં મારું નામ જોઈને હેરાન છું. મેં ફિલ્મમાં કોઈ ગીત નથી લખ્યું.

પીએમ નરેન્દ્ર મોદીનું નિર્દેશન સરબજીત અને મેરિ કોમ જેવી બાયોપિક ફિલ્મો બનાવનારા ઓમંગ કુમારે કર્યું છે. જાન્યુઆરીમાં આ ફિલ્મની એનાઉન્સમેન્ટ થઈ હતી અને હવે 5 એપ્રિલે ફિલ્મ રિલીઝ થશે.

આગામી 5 એપ્રિલે રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મ 12 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી. જે બાદ રિલીઝ ડેટમાં બદલાવ આવ્યો હતો. ફિલ્મમાં નરેન્દ્ર મોદીનો કિરદાર પ્લે કરી રહેલા વિવેક ઓબરોય જ્યારે સામે આવ્યો ત્યારે ઘણા આલોચકો અને ફેન્સ તેને મોદી માનવા તૈયાર નહોતા કારણ કે તે રોલ માટે ફિટ નહોતો બેસતો. ઉપરથી ટ્રેલર જોઈ તેની એક્ટિંગ પણ અસરદાર નહોતી લાગતી.

વિવેક ઓબરોયે ફિલ્મના પોસ્ટર બાદ અન્ય લૂક્સ શેર કર્યા હતા. જેમાં તે ફેન્સના નિશાને આવી ગયો હતો. ફિલ્મમાં નરેન્દ્ર મોદીના ચા વેચનારાથી લઈને, તેમની રાજનીતિક કરિયર, સંન્યાસી અને પ્રધાનમંત્રી સુધીના સફરને આવરી લેવામાં આવ્યો છે.

ફિલ્મમાં બોમન ઈરાની, દર્શન કુમાર, જરીના વહાબ, રાજેન્દ્ર ગુપ્તા, અંજન શ્રીવાસ્તવ, બરખા બિષ્ટ, અક્ષત આર સલૂઝા, પ્રશાંત નારાયણ જેવા એક્ટરો કામ કરી રહ્યા છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments