Wednesday, December 8, 2021
Homeનરેન્દ્ર મોદી કેમેરા માટે જીવન જીવે છે : રાહુલ ગાંધી
Array

નરેન્દ્ર મોદી કેમેરા માટે જીવન જીવે છે : રાહુલ ગાંધી

હંમેશા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેમેરા સામે આવતા રહે છે અને આ વાતનો જ ઉલ્લેખ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કર્યો છે. ઈલાહાબાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા થોડા સમય પહેલા કુંભના મેળામાં સફાઈ કર્મીઓના પગ ધોવામાં આવ્યા હતા. આ ઘટનાની પૃષ્ઠભૂમિ બાંધતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પર એવો આરોપ લગાવ્યો હતો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેમરા માટે જીવે છે. અને દરેક વસ્તુને ઈવેન્ટ બનાવી આગામી ઈવેન્ટ માટે નીકળી પડે છે.

ગત્ત પાંચ માર્ચના રોજ રાહુલ ગાંધીએ સફાઈકર્મીઓ સાથે જોડાયેલી આ ખબર શેર કરતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી કેમેરા માટે જીવે છે. કેમેરો બંધ થયા બાદ પ્રધાનમંત્રીએ સફાઈકર્મીઓની સમસ્યા પણ ન સાંભળી. ઈવેન્ટ બનાવી અને નીકળી પડ્યા. આગામી ઈવેન્ટ માટે.

https://www.facebook.com/rahulgandhi/posts/659214207846304

 

24 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદીએ ઈલાહાબાદમાં ચાલી રહેલા કુંભના મેળામાં સંગમ સ્નાન કર્યું હતું. જે પછી તેમણે કુંભના મેળામાં સફાઈ કામ કર્યું. કર્મચારીઓ સાથે વાતચીત કરી. આ વચ્ચે પ્રધાનમંત્રીએ સફાઈ કર્મચારીઓના પગ ધોયા. સાથે શાલ ભેટ કરી. મોદીએ સફાઈ કર્મચારીઓને વાસ્તવિક કર્મયોગી બતાવ્યા. હવે રાહુલ ગાંધીએ જે ખબર શેર કરી તે પ્રમાણે પ્રધાનમંત્રીએ જે કર્મચારીઓના પગ ધોયા એ ફરી જુની પરિસ્થિતિ પ્રમાણે પગ ધોવા માટે વિવશ બન્યા છે.

વધુ એક ટ્વીટમાં રાહુલ ગાંધીએ આદિવાસીઓ અને દલિતોના મુદ્દાને ઉઠાવતા કહ્યું છે કે, આપણા આદિવાસી અને દલિત ભાઈ બહેનો સંકટમાં છે. પ્રધાનમંત્રી ખોટી કસમો અને વાયદોએ આજે તેમને રસ્તા પર ઉતરવા માટે મજબૂર કર્યા છે. તેમના જંગલ અને જીવનના અધિકાર પર નિરંતર હુમલો થયો છે. હું પુરી રીતે તેમની સાથે છું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments