Thursday, October 21, 2021
Homeનરેન્દ્ર મોદી જાસપુર પહોંચી લોકોનું અભિવાદન ઝિલ્યું, મંદિરનું ભૂમિપૂજન કરશે
Array

નરેન્દ્ર મોદી જાસપુર પહોંચી લોકોનું અભિવાદન ઝિલ્યું, મંદિરનું ભૂમિપૂજન કરશે

ગાંધીનગર: પીએમ મોદી જાસપુરમાં ઉમિયાધામના ભૂમિ પૂજનમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા. મંદિરના નિર્માણના પ્રોજેક્ટની માહિતી મેળવીને સભા સ્થળે લોકોનું અભિવાદન ઝિલ્યું હતું. તેમની સુરક્ષામાં જ્યાં 7૦૦ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયા છે.

 પીએમની સુરક્ષામાં 1 એડિ. ડીજી, 1 આઈજી, 12 SP, 450 PSI, 125 PI,450 અને 3,5૦૦ પોલીસ જવાનો ખડેપગે રહેશે. જાસપુરના રૂટ ઉપર લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે.

11 હજારથી વધુ પાટલાઓ પર ઉમિયા માતાજી મંદિરની ભૂમિ પૂજા કરી વિશ્વ રેકોર્ડ સ્થપાશે. તેમ જ 6 મહિના બાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આગેવાનો વિદેશની ધરતી પર જઈને જનજાગૃતિ કાર્યક્રમ કરશે.
3.75 કિમી સ્ક્વેર એરિયામાં સમગ્ર કાર્યક્રમ થશે
650 વીઘામાં ઉમિયાનગરનું નિર્માણ થશે
5 લાખથી વધુ પાટીદારો અને અન્ય સમાજના લોકો ભાગ લેશે
20 હજાર સ્વયંસેવકો ખડેપગે કાર્યક્રમમાં સેવા આપશે
5 હજાર માતાઓ 5 લાખ લોકોને પ્રસાદી ભોજન કરાવશે
4 લાખથી વધુ લોકોને આમંત્રણ પત્રિકા દ્વારા આમંત્રણ પાઠવ્યું છે
1200થી વધુ એસટી બસ તથા ખાનગી બસોમાંથી લોકો આવશે
અમદાવાદમાંથી 300 AMTS બસોમાં  લોકો ઉમટશે
3.75 કિમી સ્ક્વેર વિસ્તારમાં સમગ્ર કાર્યક્રમ યોજાશે
400 વીઘામાં 75000 કાર અને બસોનું પાર્કિંગ
2 હજાર બાળકો માતાજીની આરતી પર સાંસ્કૃતિ પર્ફોમન્સ કરશે
11 હજાર પાટલા પર બેસી 22 હજાર લોકો ભૂમિપૂજન કરશે

એસપી રિંગ રોડ પર સીપીના હુકમથી 4થીએ 24 કલાક સુધી ટ્રાફિક વ્યવસ્થા માટે ડાયવર્ટ
સાબરકાંઠા- અરવલ્લી તરફથી અડાલજ ઓવરબ્રિજ ઉતરી અદાણી શાંતિગ્રામમાં પાર્કિંગ
ખેડા, આણંદ, વડોદરા, સુરત તરફના લોકો માટે વૈષ્ણોદેવી સર્કલથી 200 મીટર આગળ પાર્કિંગ
ઉત્તર ગુજરાત તરફના લોકો માટે કલોલ ગુરુકુળ સ્કૂલથી પલસાણા રોડ થઈને જાસપુર ઉમિયા ધામ
સૌરાષ્ટ્ર- કચ્છ તરફથી આવતા લોકો માટે એસપી રિંગ રોડથી જાસપુરમાં
પૂર્વ IG અને પાટીદાર નેતાઓ સેવા આપશે: ડીઆર પટેલ (પૂર્વ IPS ) સલામતી અને ટ્રાફિક કન્ટ્રોલ કમિટીના અધ્યક્ષ, અરવિંદ પટેલ (સાબરમતી ધારાસભ્ય), હસમુખ પટેલ (અમરાઈવાડી) પાર્કિંગ સુવિધામાં
એમ એસ પટેલ (શહેરી વિકાસ કમિશનર), રમેશ મેરજા સરકારી તંત્ર મોનિટરિંગમાં
કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા સહિત કેબિનેટ મંત્રીઓ, કૌશિક પટેલ , સૌરભ પટેલ સહિતનાઓની સમાજના સ્વયંસેવક તરીકેની સેવા
રાજ્યના 7થી વધુ જિલ્લાઓના તમામ સમાજના 20 હજાર લોકો સેવા આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments