Tuesday, January 18, 2022
Homeનરોડા પાટિયા હત્યાકાંડ, બીમારીને કારણે સુપ્રીમ કોર્ટે બાબુ બજરંગીના જામીન મંજૂર કર્યા
Array

નરોડા પાટિયા હત્યાકાંડ, બીમારીને કારણે સુપ્રીમ કોર્ટે બાબુ બજરંગીના જામીન મંજૂર કર્યા

અમદાવાદઃ સુપ્રીમ કોર્ટે 2002ના નરોડા પાટિયા હત્યાકાંડમાં 21 વર્ષના કારાવાસની સજા ભોગવી રહેલા બાબુ બજરંગી ના જામીન મંજૂર કર્યા છે. બાબુ બજરંગીએ સુપ્રીમ કોર્ટમાં આંખની રોશની જતી રહી હોવાથી અને બાયપાસ સર્જરીનું કારણ આપી સુપ્રીમમાં અરજી કરી હતી. જેને પગલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે મેડીકલ રીપોર્ટ માંગ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે બાબુ બજરંગીને 20 એપ્રિલ 2018ના રોજ 21 વર્ષની સજા ફટકારી હતી. જ્યારે ટ્રાયલ કોર્ટે બજરંગીને ઉમર કેદની સજા કરી હતી. જે સજા હાઇકોર્ટે ઘટાડીને 21 વર્ષ કરી હતી.

નરોડા પાટિયા રમખાણ કેસ વર્ષ 2002માં ગુજરાત ગોધરાકાંડ સાથે જોડાયેલો છે. 27 ફેબ્રુઆરી, 2002ના ગોધરા કાંડમાં સાબરમતી એક્સપ્રેસના S-6 કોચને બાળી નાખવામાં આવ્યો હતો. આ ટ્રેનમાં અયોધ્યાથી મોટી સંખ્યામાં કારસેવકો અમદાવાદ જવા માટે રવાના થયા હતા. તેમાં 59 કારસેવકોના મૃત્યુ થયા હતા. આ ઘટના પછી વિશ્વ હિન્દુ પરિષદે 28 ફેબ્રુઆરી, 2002ના રોજ બંધનું એલાન કર્યું હતું. આ દરમિયાન નરોડા પાટીયા વિસ્તારમાં ઉગ્ર ભીડે લઘુમતી સમુદાયના લોકો પર હુમલો કર્યો હતો અને તેમાં 97 લોકોની હત્યા કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular