નર્મદાના ભચરવાડાનાં ગ્રામજનો રોડ ઉપર ઉતર્યા, સરકારી પોલીટેક્નિક કોલેજ સામે વિરોધ નોંધાવ્યો

0
35

વડોદરાઃ નર્મદાના ભચરવાડાનાં ગ્રામજનો રોડ ઉપર ઉતર્યા આવ્યા છે. અને સરકારી પોલીટેક્નિક કોલેજનો વિરોધ કરી રહ્યા છે. ગામની ગૌચર જમીનમાં પોલીટેક્નિક કોલેજની જગ્યામાં તંત્ર સાફસફાઈ કરવાનાં પ્રયત્ન કરતા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ભચરવાડા ગૌચરની જમીન આવેલી છે. જમીનમાં આદિવાસી સમાજનું સ્મશાન હોવાનો દાવો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. 9 વર્ષ પહેલાં નર્મદા પોલીટેક્નિક કોલેજ મંજુર થઇ હતી. ગ્રામસભાએ આ જમીન પર કોલેજ નહીં બાંધવા સર્વાનુમતે ઠરાવ કર્યો હતો. જગ્યાને લઈને વારંવાર વિવાદ થતા હાલ નર્મદા પોલઈટેક્નિક કોલેજ ભરૂચ ખાતે ચાલી રહી છે. જોકે, ગામની ગૌચર જમીનમાં પોલીટેક્નિક કોલેજની જગ્યામાં તંત્ર સાફસફાઈ કરવાનાં પ્રયત્ન કરતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધની જાણ થતા રાજપીપલા ડીવાયએસપી અને પીઆઈ પોલીસ કાફલા સાથે પહોંચ્યા હતા. અને ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here