Saturday, August 13, 2022
Homeનર્મદાનું પાણી ન પીવા સૂચના, માછલીઓના મોત બાદ નર્મદા ડેમનું પાણી બેક્ટેરિયલ...
Array

નર્મદાનું પાણી ન પીવા સૂચના, માછલીઓના મોત બાદ નર્મદા ડેમનું પાણી બેક્ટેરિયલ ટેસ્ટમાં નિષ્ફળ

- Advertisement -

રાજપીપળા: સરદાર સરોવર ડેમમાં અચાનક માછલીઓના મોત બાદ લેવાયેલા પાણીના નમૂનાઓ બેક્ટેરિયલ ટેસ્ટમાં નિષ્ફળ જતા રાજ્યના તમામ જિલ્લાઓમાં કેનાલના પાણીનો સરોવરમાં અચાનક માછલીઓના મોત થતાં કઇ અજુગતુ બન્યું હોવાની ગંધ આવી રહી છે. મીઠા પાણીના સરોવરમાં માછલીના મોતે સૌને ચોંકાવી દીધાં છે.

પાણી પુરવઠા વિભાગના ઇજનેર આર.બી. ઝાએ જણાવ્યું હતું કે, પાણીના નમૂનાઓ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેનો માઈક્રો રિપોર્ટ 15 દિવસ બાદ આવશે. જોકે હાલ જે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે, તેમાં પાણીમાં કેમિકલનું પ્રમાણ ફિટ બતાવ્યું છે જ્યારે બેક્ટેરિયા અનફિટ બતાવ્યું છે. જેથી પીવા માટે પાણીનું ક્લોરીનેશન કરવું પડે. 200 કિ.મી.ના સરદાર સરોવરમાં ક્લોરીનેશન શક્ય ન હોવાથી રાજ્ય સરકારને જાણ કરીને જ્યાં નર્મદાનું પાણી પીવાના ઉપયોગમાં લેવાય છે, તે તમામ જગ્યાએ પાણીનો પીવામાં ઉપયોગ બંધ કરી દેવાની સૂચના આપી દેવાઇ છે.

સરદાર સરોવરમાં માછલીના મોત થયા બાદ નર્મદા નિગમમાં દોડધામ મચી છે. સરદાર સરોવરનું પાણી કેનાલ મારફતે આખા રાજ્યમાં મોકલાય છે. નર્મદાની મુખ્ય કેનાલમાં જ કાળા રંગનું પાણી વહી રહ્યું છે. જીપીસીબીની ટીમે સરદાર સરોવરનું નિરિક્ષણ કરી પાણીના 5 નમૂના લીધા હતા. જેમાંથી 3 નમૂનામાં DO (ડીસોલ્વ ઓકિસજન)ની માત્ર 4 PPMથી ઓછી ઓછી હોવાથી માછલીઓના મોત થયાનું પ્રાથમિક તારણ આવ્યું છે. સરદાર સરોવરમાં કોઇ કેમિકલ છોડ્યા હોય તેવા પુરાવા હજી ટીમને મળી આવ્યાં નથી. જીપીસીબીના અંકલેશ્વરના રીજીયોનલ મેનેજરે જણાવ્યું હતું કે, પાણીમાં ઓક્સિજનની માત્રા નિયત કરતાં ઓછી આવી છે. હવે પાણીમાં ઓક્સિજન કેવી રીતે ઓછો થયો તે જાણવા માટે પાણીના નમૂનાઓનું ફિંગર પ્રિન્ટીંગ કરાઈ રહ્યું છે.

ભરૂચ શહેરની 1.80 લાખની વસતીને પીવાનું પાણી પુરુ પાડવા નર્મદાની અમલેશ્વર બ્રાંચ કેનાલમાંથી રોજના 4 કરોડ લીટર પાણી મેળવાય છે. કેનાલના પાણીનો માતરીયા તળાવમાં સંગ્રહ કરાય છે. આ પાણીને અયોધ્યાનગરના ફિલ્ટરેશન પ્લાન્ટમાં શુદ્ધ કરીને વિવિધ ટાંકીઓ મારફતે પાણી લોકોના ઘરો સુધી પહોંચે છે. નર્મદાની મુખ્ય કેનાલના પાણીમાં સર્જાયેલી સમસ્યાના કારણે પાલિકાએ કેનાલના પાણીના નમૂના તપાસ માટે મોકલ્યા હતા. જોકે પ્રાથમિક રિપોર્ટમાં આ પાણી પીવાલાયક હોવાનું જણાતાં હાલ ભરૂચમાં રાબેતા મુજબ પાણી અપાઇ રહ્યું છે. પાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાલાએ જણાવ્યું કે, પાણીના નમૂના લીધા છે તેમાં કોઇ વાંધાજનક નહીં હોવાથી હાલ શહેરમાં પાણીનો કોઇ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. વોટર વર્કસ વિભાગને નિયમિત રીતે પાણીના નમૂના લેવા સૂચના આપી દીધી છે.

નર્મદાની મેઈન કેનાલમાં કાળું પાણી અને મૃત માછલી તણાઈ આવવાની ઘટના બાદ સંખેડા તાલુકાના પાણિયા ગામના રહીશોએ નર્મદાની મીયાગામ બ્રાન્ચ કેનાલમાંથી પાણી પીવા માટેનું લેવાનું બંધ કર્યું છે. હાલમાં ગામના લોકો એક ખાનગી કુવામાંથી અને કેનાલ નજીક આવેલા ખાનગી બોરમાંથી ટેન્કર ભરી લાવી પાણી લે છે. પાણીયા ગામે આશરે 400 માણસોની વસ્તી છે. ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી. પીવાનું પાણી મેળવવા ગ્રામજનોને અન્ય સ્થળોએ જવું પડતું હતું. જે બાદ ગામ માટે ટેન્કર ફળવાતા સંખેડા તાલુકામાંથી પસાર થતી નર્મદાની મીયાગામ બ્રાન્ચ કેનાલમાંથી ટેન્કર ભરીને પાણીનું વિતરણ કરાતું હતું. પણ જ્યારથી આ બ્રાન્ચ કેનાલમાં કાળું પાણી સાથે મૃત માછલીં તણાઈ આવતા આ કેનાલમાંથી પાણી ભરવાનું બંધ કરાયું છે. જોકે ગ્રામજનો માટે પાણી બહાદરપુર-લોટિયા રોડ પર એક ખેતરમાંથી તેમજ કેનાલ પર ચાલી રહેલા પાવર પ્રોજેકટ પાસે બનેલા બોરમાંથી ટેન્કર ભરી લવાય છે.

પાણિયા ગામમાં પાણીની સમસ્યા છે. નર્મદા કેનાલમાં કાળું પાણી આવ્યા બાદ કેનાલમાંથી પાણી ભરવાનું બંધ કરાયું છે. હાલમાં એક ખાનગી કૂવેથી અને કેનાલ પાસેના બોર પરથી પીવાનું પાણી ભરાય છે. : ભૌમિક દેસાઈ, ગ્રામ પંચાયત સભ્ય

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular