Tuesday, September 21, 2021
Homeનર્મદાને જીવંત કરવાની માગ સાથે માછીમારોનો ચક્કાજામ
Array

નર્મદાને જીવંત કરવાની માગ સાથે માછીમારોનો ચક્કાજામ

ભરૂચ: નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતું નહિ હોવાથી નર્મદા નદી સુકીભઠ બની જતાં 15,000 જેટલા માછીમારોની રોજગારી છીનવાઇ છે. નર્મદાને જીવંત કરવા સહિતની માંગો સાથે શનિવારે ભરૂચના વેજલપુરથી રહિયાદ સુધી 48 કીમી લાંબી નર્મદા સંઘર્ષ યાત્રા યોજાઈ હતી. જેમાં માછીમારોએ નર્મદા મૈયાની દુર્દશા માટે સરકારને જવાબદાર ગણાવી હતી.

બેરોજગાર બનેલા માછીમારોએ સરકારને ચીમકી આપી છે કે, ગાયને એટલી પણ ન દોહવી કે દુધના બદલે લોહી નીકળવા માંડે. વેજલપુરથી અંતિમ પડાવ રહીયાદ ગામે પહોંચેલી સંઘર્ષ યાત્રા દરમિયાન માછીમારોએ દહેજથી ભરૂચ આવતાં સીકસલેન રોડ પર ચકકાજામ કરી દેતાં વાહનચાલકો અટવાયાં હતાં. પોલીસ કાફલાએ સ્થળ પર પહોંચી એક કલાકની સમજાવટ બાદ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

ચાર વર્ષથી ડેમમાંથી પાણી નહિ છોડાતાં ડાઉન સ્ટ્રીમમાં નદી સુકીભઠ બની ચુકી છે. દરિયાના પાણીમાંથી નદીના મીઠા પાણીમાં આવતી હિલ્સા માછલીની સંખ્યા ઘટી જતાં માછીમારોએ તેમની રોજગારી ગુમાવી દીધી છે. નદીમાં પાણી નહિ હોવાથી પ્રવાસન અને ખેતીના વ્યવસાય પર માઠી અસરો વર્તાઇ રહી છે.

ડેમમાંથી રોજના 6,000 કયુસેક પાણી છોડવાની જરૂરીયાત સામે માત્ર 600 કયુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવા માટે ચાર વર્ષથી રજૂઆત છતાં કોઇ પગલાં નહી ભરાતાં શનિવારે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા નર્મદા સંઘર્ષ યાત્રા યોજવામાં આવી હતી. માછીમારોએ સરકારને ચેતવણી આપી છે કે, ગાયને એટલી પણ ન દોહવી કે દુધના બદલે લોહી નીકળવા માંડે.

નેતાઓની લડાઇમાં નર્મદા નદી સુકાઇ રહી છે: 2017માં ડેમ પર ગેટ લાગી ગયાં બાદ નર્મદા નદીમાં પાણી છોડવાનું સદંતર બંધ કરી દીધું હોવાનું સુકીભટ્ટ બની ગયેલી નર્મદાથી પ્રતિત થઇ રહ્યું છે. ત્યારે નર્મદા નદીમાં પાણી છોડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું. – ચિમન ગોવિંદ ટંડેલ, માજી સરપંચ, ભાડભૂત.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments