નર્મદા કેનાલમાંથી ગેરકાયદેસર બેફામ પાણી ચોરી, પાણી પુરવઠા વિભાગે કર્યો ખુલાસો : રિપોર્ટ

0
54

એક તરફ રાજ્યમાં પાણીની તંગી છે, ત્યારે બીજી તરફ નર્મદા કેનાલમાં બેફામ પાણી ચોરી થઇ રહી છે. આ મામલે અગાઉ કાયદો બનવવા મંત્રી બાવળિયાને રજૂઆત પણ કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ મંત્રી બાવળિાયને રજૂઆત કરી હતી. પાણી પુરવઠા વિભાગના રિપોર્ટમાં આ વિગતો સામે આવી છે કે, કાયદો ન હોવાથી ચોરી કરનારને કોઇ ડર રહેતો નથી. રાજકીય વગ ધરાવતા લોકો ગેરફાયદો ઉઠાવીને પાણી ચોરી કરી રહ્યાં છે.

આ રિપોર્ટ પ્રમાણે, ઢાકીથી માળિયા સુધી માળિયા કેનાલ પર સૌથી વધુ પાણી ચોરી કરવામાં આવી રહી છે. 132 કિ.મી.ની નર્મદા કેનાલમાં ગેરકાયદેસર પાણી ચોરી થઈ રહી છે. 70થી 90 કિ.મીના વિસ્તારમાં પાણી ચોરી વધારે થાય છે. પાણી ચોરીને કારણે ગામડા સુધી પીવાનું પાણી પહોંચી શકતુ નથી.

તો હળવદ તાલુકા વિસ્તારમાં પણ પાણી ચોરી થાય છે. કેનાલના તળિયામાં આડા બોર કરી બક નળી નાખવામાં આવે છે. એક સાથે 50 બકનળી નાખીને પાણીની ચોરી કરવામાં આવે છે. બકનળી જમીનની અંદર હોવાથી પાણી ચોરી પકડાતી નથી. 1 પંપ અથવા બકનળીની મદદથી 0.1 ક્યુસેક પાણીની ચોરી થઇ શકે છે. જેને લઈને રોજ અંદાજીત 150 ક્યુસેક પાણીની ચોરી થાય છે.

મહત્વનું છે કે, 1 પંપ-બકનળીની મદદથી એક ગામને પૂરૂ પાડી શકાય તેટલા પાણીની ચોરી કરવામાં આવે છે. કેનાલમાં નર્મદા નિગમ પાણી પૂરવઠાને અંદાજિત રૂપિયા ત્રણ કરોડના ખર્ચે 700 ક્યુસેક જેટલું પાણી આપે છે. જોકે, ગામડાઓ સુધી પુરતા પ્રમાણમાં પાણી પહોંચતુ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here