Monday, October 18, 2021
Homeનર્મદા કેનાલમાંથી પાણી ઘટાડાતાં 18 લાખ હેક્ટરમાં સિંચાઇનું સંકટ
Array

નર્મદા કેનાલમાંથી પાણી ઘટાડાતાં 18 લાખ હેક્ટરમાં સિંચાઇનું સંકટ

રાજપીપળા: રાજ્યસરકારે માર્ચ મહિનાની શરૂઆત થતાંની સાથે નર્મદા ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે અપાતું પાણી બંધ કરી દીધું છે. નર્મદા ડેમની મુખ્ય કેનાલમાંથી છોડાતાં 13,741 કયુસેક પાણીની માત્રા ઘટાડીને 9,000 કયુસેક કરી દેવામાં આવી છે. ડેમ ખાતે 30 દરવાજા લાગી ગયાં બાદ ડેમ 18 લાખ હેકટર જમીનમાં સિંચાઇનું પાણી આપી શકે તેટલી ક્ષમતાવાળો બન્યો છે.

ડેમની સપાટી 115.70 મીટર પર પહોંચી છે
ખેડૂતો માટે પાણી બંધ કરી દેવાતાં 18 લાખ હેકટર જમીનમાં સિંચાઇના પાણીનું સંકંટ ઉભું થશે. કેનાલના પાણીનો વપરાશ હવે પીવા માટે તથા ઉદ્યોગો કરી શકશે. ઉપરવાસમાંથી પાણીની આવક નહિવત હોવાથી ડેમની સપાટી 115.70 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની ઘટી રહેલી સપાટીએ સરકારની ચિંતામાં વધારો કર્યો છે. ઉપરવાસમાંથી ડેમમાં 6 હજાર કયુસેક પાણી આવી રહયું છે અને ડેમની હાલની સપાટી 115.70 મીટર પર પહોંચી છે. ચોમાસામાં પણ ડેમ સંપુર્ણ ભરાયો ન હતો.
માર્ચ મહિનાથી શરૂઆત થતાં રાજય સરકારે ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે આપવામાં આવતાં પાણી પર મનાઇ ફરમાવી દીધી છે. નર્મદાની મુખ્ય કેનાલમાં પહેલાં 13,471 કયુસેક પાણી છોડવામાં આવતું હતું તે ઘટાડીને 9,000 કયુસેક કરી દેવાયું છે. આગામી 4 થી 5 દિવસોમાં 6 હજાર કયુસેક સુધી કરી દેવામાં આવશે. નર્મદા બંધની સપાટી હાલ 115.70 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી માત્ર 6463 ક્યુસેક આવી રહ્યું છે. પાણીની આવક સામે જાવક વધારે હોવાથી સપાટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
લાઈવ સ્ટોરેજ માટે 5.70 મીટર પાણી બાકી છે.જેના કારણે હવે સરકાર ડેમમાં પાણીનો સંગ્રહ કરી રહી છે. નર્મદા બંધનું લાઈવ સ્ટોરેજ 4305 મિલિયન કયીબીક મીટર થઈ જતા સરકારની ચિંતામાં વધારો નોંધાયો છે.હાલ રાજ્યના લોકોને પીવા માટે તથા ઉદ્યોગો માટે પાણી ચાલુ રહેશે પરંતુ ખેડૂતોને સિંચાઈ માટે બંધ કરી દેવાયું છે.નર્મદા ડેમ ખાતે 30 દરવાજા લાગી ગયાં બાદ ડેમ 15 જીલ્લા ના 73 તાલુકાના 3137 ગામોની 18.45 લાખ હેકટર જમીનને સિંચાઇ નુ પાણી આપવા સક્ષમ બન્યો છે. કેનાલમાંથી પાણી બંધ કરી દેવામાં આવતાં ખેડૂતોને સિંચાઇના પાણીની તંગી ઉભી થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments