નર્મદા તિલકવાડા માં આવેલ 66 કે.વી.સબ સ્ટેશન મા ભીષણ આગ.

0
33

 

મોડી સાંજે નર્મદા જિલ્લા ના  તિલકવાડા માં આવેલ 66 કે.વી.સબ સ્ટેશન મા ભીષણઆગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી .સબ સ્ટેશન મા ડીપી બળી જતા ઓઇલ ધોલાઈ જતા આગે વધુ જોર પકડતા આકાશ મા ધુમાડાના ગોટે ગોટા  ઊડતાં આખું આકાશ ધુમાડા ના વાદળોથી  છવાઈગયું હતું. જેને કારણે તિલકવાડા સહિત  આખો તાલુકો અંધકારમાં ગરક થઈ ગયો હતો .

 

 

આગ ને કારણે વીજ પુરવઠો ખોરવાઈ જતા તિલકવાડા , અને ગરુડેશ્વર તાલુકા ના સંખ્યાબંધ ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટછવાઈ ગયો હતો .જાણકારોના જણાવ્યા અનુસાર  આ આગબુઝાવવા રાજપીપળા, તિલકવાડા થી  ફાયર બ્રિગેડની ટીમ આવી હતી  પાણીથી બીજાવવી મુશ્કેલ હોવાથી ફાયર ગેસ મંગાવી મોડી રાત્રે આગ ને કાબૂ મા લેવાઈ હતી .આગનું કારણ વીજ સત્તાવાળાઓ દ્વારા મેન્ટેનન્સ કરાતું ન હોવાથી વીજ ફોલ્ટ થવાથી સબ સ્ટેશન મા આગ લાગવાથી ભારે નુકશાન થયું હતું .

રિપોર્ટર : દીપક જગતાપ, CN24NEWS રાજપીપળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here