નર્મદા નીરથી ભરાનાર શેત્રુંજી ડેમનું લોકાર્પણ કરવા 5 માર્ચે મોદી પાલીતાણા આવશે

0
47

ભાવનગર: લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે અનેકવિધ વિકાસલક્ષી કાર્યો શરૂ થઇ રહ્યાં છે. તેમાં ભાવનગર જિલ્લા માટે પાણી પ્રશ્ને જીવાદોરી સમાન શેત્રૂંજી ડેમને સૌની યોજના હેઠળ આવરી લેવાયો છે અને તેને નર્મદાના નીરથી ભરવામાં આવશે. 5 માર્ચના રોજ પાલિતાણા શેત્રુંજી ડેમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ગુજરાત સરકારના મંત્રીઓની હાજરીમાં આ ડેમને ભરીને તેનું લોકાર્પણ કરવામાં આવશે.

જો ખરેખર આ ડેમ નર્મદાના પાણીથી વખતો વખત ભરવામાં આવશે તો ભાવનગર જિલ્લા માટે પાણીનો પ્રશ્ન ભૂતકાળ થઇ જશે.પાલિતાણાનો શેત્રુંજી ડેમ સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીના સંગ્રહ માટે સૌથી વિશાળ ડેમ છે. આ અગાઉ રાજકોટના ડેમને સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી ભરવામાં આવ્યાં છે અને હવે લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે જિલ્લાભરની મોટી સભાનું આયોજન થઇ રહ્યું છે. આ અંગે મળેલી માહિતી મુજબ તા.20 ફેબ્રુઆરીને બુધવારે આ ડેમને ભરવા માટે પાણી નાંખવાનો આરંભ થશે. સંભવિત કાર્યક્રમના લીધે જિલ્લા કલેકટર, ડી.એસ.પી., જિલ્લા વિકાસ અધિકારી વગેરે ઉચ્ચ અધિકારીઓનો કાફલો નિરીક્ષણ માટે આવ્યો હતો અને આયોજન માટે પ્રથમ તબક્કાની ચર્ચા વિચારણા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here