નર્મદાના ગરુડેશ્વર તાલુકાના વાસલા ગામે થી નવા ગયેલા વિયર ડેમમાં કામ કરતા કર્મચારીનું નર્મદામાં ડૂબી જવાથી કરૂણ મોત નિપજયું છે. ભારે શોધખોળ બાદ નર્મદામાંથી લાશ મળી આવી હતી. રેસ્ક્યૂ કરીને લાશને બહાર કાઢવા મા આવી હતી.
બનાવની વિગત અનુસાર ડુબી જનાર મિથુન કનૈયાલાલ આચાર્ય (ઉ.વ.26, હાલ રહે.વાસલા, મૂળ રહે, પલાના, તા. માલવ જી.ઉદેપુર ) ડેમ પાસે આવેલ નર્મદા માં નાહવા માટે ગયો હતો. જે ઊંડા પાણીમાં ડૂબી જવા જતા તેનું કરુણ મોત નીપજયું હતું. ત્યાર બાદ ફાયર ફાઈટર ના જવાન કનૈયાલાલ કહારની ટીમે ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને લાશ શોધી કાઢી લાશ બહાર કાઢી હતી અને પીએમ માટે લાશને આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપવામાં આવી હતી. આ અંગે ગરુડેશ્વર પોલીસ મથકે આ બાબતની જાણકારી ફકીરભાઇ વિનોદભાઈ વિરપાલ (રહે મૂળ.પાવરા બજાર) એ પોલીસને કરતા પોલીસે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર : દીપક જગતાપ, CN24NEWS, રાજપીપળા, નર્મદા