નવજોત સિંહ સિદ્ધુએ પીએમ પર પ્રહાર કરતાં કહ્યું- નથી ડરતાં તમારા ભાડાંના ટ્રોલથી

0
48

નવી દિલ્હી: પુલવામા આતંકી ઘટના પછી પોતાના નિવેદનથી ઘેરાયેલાં કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટ કરીને મોદી પર આકરા પ્રહાર કર્યા છે. સિદ્ધુએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને કહ્યું કે, મોદી અમે તમારા ભાડાંના ટ્રોલથી નથી ડરતાં. પુલવામાના આત્મઘાતી હુમલામાં 40થી વધારે સીઆરપીએફના જવાન શહીદ થયા પછી સિદ્ધુએ કહ્યું હતું કે, અમુક લોકોની કરતૂતના કારણે સમગ્ર પાકિસ્તાનને જવાબદાર ગણાવી શકાય નહીં. સિદ્ધુના આ નિવેદનનો ખૂબ વિરોધ થયો હતો અને સોશિયલ મીડિયા પર લોકોએ તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો. એટલે સુધી કે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પણ ટ્વિટ કરીને નવજોત સિંહ મુદ્દે પ્રતીક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, તે તેમના મિત્ર ઈમરાન ખાનને આતંકવાદ રોકવા માટે સમજાવે, તેમના કારણે જ ગાળો મળી રહી છે.

સિદ્ધુએ શું કરી ટ્વિટ?: કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટ કરીને કહ્યું- પીએમ સાહેબ તમારો ડાયલોગ ખુદ્દારી, કોઈ બીજાનો ડાયલોગ ગદ્દારી, આ સત્ય તમને ભારે પડશે. @narendramodi તમારા ભાડાંના ટ્રોલથી ડર નથી લાગતો. અન્ય એક ટ્વિટમાં નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું- કેટલી ચૂંટણી જીત્યા? બે હારી, હારેલાના સહારે છે જૂના જયચંદ જી. પુલવામા હુમલા વિશે અન્ય એક ટ્વિટમાં નવજોત સિદ્ધુએ લખ્યું છે કે, અમારા બહાદૂર અધિકારીઓ પાસેથી ખાનગી માહિતી મળી, શું કાર્યવાહી કરી?

સ્મૃતિ ઈરાનીએ સિદ્ધુને ગણાવ્યા જયચંદ

જમ્મુ-કાશ્મીરના પુલામામાં થયેલા આતંકી હુમલા વિશે પોતાના નિવેદનના કારણે નવજોત સિંહ સિદ્ધુ પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ નામ લીધા વગર બુધવારે આકરા પ્રહાર કર્યા હતા. સ્મૃતિ ઈરાનીએ નામ લીધા વગર કહ્યું હતું કે, પાકિસ્તાનના વડાપ્રધાનને પોતાના મિત્ર માનનાર લોકો આધુનિક ભારતના જયચંદ છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ભારતીય હોવાના કારણે હું વિચારુ છું કે, ખરાબ ઈરાદાવાળા પ્રત્યેક પાકિસ્તાનીને યોગ્ય સબક શીખવવો જોઈએ. સ્મૃતિ ઈરાનીએ નામ લીધા વગર કર્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાનને પોતાના મિત્ર માનનાર લોકો આધુનિક ભારતના જયચંદ છે. ભારતની જનતા આ લોકોને સમય આવશે ત્યારે ચોક્કસ સબક શીખવશે. જયચંદે 1192માં પૃથ્વીરાજ ચૌહાણને યુદ્ધ સમયે દગો કર્યો હતો અને મોહમ્મદ ગૌરી સાથે મળી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here