Sunday, November 28, 2021
Homeનવજોત સિંહ સિદ્ધુએ પૂછ્યું- 300 આતંકીઓ મર્યા કે ઝાડ પડ્યા? શું ચૂંટણી...
Array

નવજોત સિંહ સિદ્ધુએ પૂછ્યું- 300 આતંકીઓ મર્યા કે ઝાડ પડ્યા? શું ચૂંટણી ફાયદા માટે કરી એરસ્ટ્રાઈક

નવી દિલ્હી: પાકિસ્તાનમાં ઘૂસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પર હવે ઘણાં સવાલ ઉભા થઈ રહ્યા છે. ઘણાં વિપક્ષી નેતા પહેલાં પણ એર સ્ટ્રાઈકના પુરાવા માંગી ચૂક્યા છે. ત્યારે હવે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ એક મોટો હુમલો કરી દીધો છે. સિદ્ધુએ ટ્વિટ કર્યું છે કે, શું ત્યાં 300 આતંકીઓ મર્યા છે કે નહીં? જો નહીં તો આનો શું અર્થ છે? શું તેઓ માત્ર ઝાડ ઉખાડવા જ ગયા હતા.

નવજોત સિંહ સિદ્ધુએ લખ્યું કે, શું ત્યાં આતંકીઓને મારવા ગયા હતા કે ઝાડ ઉખાડવા. શું આ માત્ર એક ચૂંટણીલક્ષી નોટંકી છે. તેમણે લખ્યું છે કે, સેનાનું રાજકારણ કરવાનું બંધ કરો. જેટલો દેશ પવિત્ર છે તેટલી જ સેના પણ પવિત્ર છે. ઉંચી દુકાન, ફીકા પકવાન.

સિદ્ધુએ આ ટ્વિટ સિવાય એક વીડિયો પણ ટ્વિટ કર્યો છે. જેમાં બાલાકોટના અમુક સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે ત્યાં કોઈ નુકસાન નથી થયું. નોંધનીય છે કે, નવજોત સિંહ સિદ્ધુનું આ પહેલાં પણ એક નિવેદન આવ્યું હતું જે ઘણાં સમય સુધી વિવાદમાં રહ્યું હતું.

સિદ્ધુએ પુલવામા આતંકી હુમલા પછી કહ્યું હતું કે, આતંકી હુમલા વિશે કોઈ એક દેશને સંપૂર્ણ રીતે ટાર્ગેટ ન કરી શકાય. આ નિવેદનથી ખૂબ હોબાળો થયો હતો. તે માટે સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ધ કેમ્પેન પણ થયું હતું અને તેમને ધી કપિલ શર્મા શોથી હટાવવામાં પણ આવ્યા હતા.

નોંધનીય છે કે, રવિવારે બીજેપી અધ્યક્ષ અમિત શાહે એક રેલીમાં દાવો કર્યો છે કે, એરસ્ટ્રાઈકમાં 250 આતંકીઓને ઠાર કર્યા છે. ત્યારપછી ઘણાં નેતાઓએ સવાલ ઉભા કર્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ નેતા મનીષ તિવારી, કપિલ સિબ્બલે પૂછ્યું છે કે, સેનાએ કોઈ સંખ્યા નથી જણાવી તો બીજેપી અધ્યક્ષને કેવી રીતે ખબર પડી કે કેટલા લોકો મર્યા છે. જોકે એ સ્ટ્રાઈક પછી પણ આ ચર્ચાનો વિષય બન્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ એર સ્ટ્રાઈકના પુરાવા માગ્યા છે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું છે કે, સરકારે એરસ્ટ્રાઈકના પુરાવા દેશની સામે રાખવા જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments