નવનિયુક્ત CBI ચીફ રુષિકુમારનો ખડગેએ વિરોધ વ્યક્ત કર્યો, Pmને પત્ર લખી કહ્યું- તેમને અનુભવ નથી

0
9

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના પૂર્વ DGP રુષિકુમાર શુક્લાને CBI ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. તેઓ 1983 બેચના IPS અધિકારી છે. માનવામાં આવે છે કે સરકારે તેમની સીધી જ નિમણૂંક કરી છે, જ્યારે કે એક દિવસ પહેલાં જ PM મોદીની અધ્યક્ષતામાં પસંદગી સમિતિની બીજી વખત બેઠક કોઈ પણ પરિણામ વગર રહી હતી. આ પેનલમાં સામેલ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાનને પત્ર લખીને નિમણૂંક પર આપત્તિ વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે શુક્લાને ભ્રષ્ટાચાર સાથે જોડાયેલાં મામલાઓની તપાસનો અનુભવ નથી.

PMOમાં રાજ્ય મંત્રી જીતેન્દ્ર કુમારે કહ્યું કે, “CBI ડાયરેક્ટર પદે શુક્લાની પસંદગી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. ખડગેના દાવાઓ તથ્યોથી પર છે. કોંગ્રેસ નેતા પોતાના પસંદના અધિકારીની નિમણૂંક માટે પસંદગી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.” આ પહેલાં શનિવારે કેબિનેટની પસંદગી સમિતિએ શુક્લાના નામને મંજૂરી આપી હતી. CBI ડાયરેક્ટર પદ તેમનો કાર્યકાળ 2 વર્ષ સુધીનો રહેશે.

એક દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી

CBI ડાયરેક્ટરની નિમણૂંકમાં મોડું થતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ નવીન સિન્હાની બેચે કેન્દ્રને કહ્યું હતું કે આ પદ સંવેદનશીલ છે, તેના પર લાંબા સમય સુધી ઈન્ટરિમ ડાયરેક્ટર રાખવો યોગ્ય વાત નથી. હજુ સુધી કાયમી ડાયરેક્ટરની પસંદગી થઈ જવી જોઈએ. સરકાર આવું કેમ નથી કરી રહી? ત્યારે સરકારે કોર્ટને જણાવ્યું હતું કે પસંદગી સમિતિની બેઠક પછી ટૂંક સમયમાં જ નિમણૂંક કરવામાં આવશે. એમ નાગેશ્વર રાવને ઈન્ટરિમ ડાયરેક્ટર બનાવવામાં આવ્યાંને વિરોધમાં પ્રશાંત ભૂષણના NGO કોમન કોઝે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

ગ્વાલિયરના રહેવાસી છે નવા CBI પ્રમુખ

શુક્લ મૂળરૂપે ગ્વાલિયરના રહેવાસી છે. તેમની શરૂઆતમાં પોસ્ટિંગ સીએસપી રાયપુરમાં થઈ હતી. તેઓ દમોહ, શિવપુરી અને મંદસૌર જિલ્લાના એસપી રહ્યાં. આ ઉપરાંત 2009થી 2012 સુધી એડીજી ઈન્ટેલિજન્સ પર રહી ચુક્યાં છે. જુલાઈ, 2016થી જાન્યુઆરી, 2019 સુધી મધ્યપ્રદેશના DGP હતા. રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવ્યાં બાદ તેમને મધ્યપ્રદેશ પોલીસ હાઉસિંગ બોર્ડના ચેરમેન બનાવ્યાં હતા.

એમ.નાગેશ્વર રાવ ઈન્ટિરમ સીબીઆઈનાં પ્રમુખ તરીકે કાર્યરત

આલોક વર્માને હટાવ્યા બાદ સીબીઆઈનું પ્રમુખ પદ 10મી જાન્યુઆરીથી ખાલી હતુ. ભ્રષ્ટાચારનાં આરોપો પર ગુજરાત કેડરનાં આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાના અને આલોક વર્મા વચ્ચેની ખેંચતાણ થઈ હતી. વર્મા અને અસ્થાના બન્નેએ એકબીજા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.વર્માને પદ પરથી હટાવ્યા બાદ એમ.નાગેશ્વર રાવ ઈન્ટિરમ સીબીઆઈનાં પ્રમુખ તરીકે કાર્યરત છે. શુક્રવારે વડાપ્રધાનના નિવાસ્થાને યોજાયેલી બેઠક એક કલાકથી પણ વધુ ચાલી હતી. અગાઉ 24મી જાન્યુઆરીએ પણ બેઠક યોજાઈ હતી. પરંતુ સીબીઆઈ પ્રમુખ પર કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here