નવરાત્રિના વ્રતમાં સિંધાલૂણ ખાવાની પરંપરા, શરીરને અનેક ફાયદા અપાવે છે

0
92

હેલ્થ ડેસ્કઃ વિદેશી આહાર હોય કે દેશી, દરેક ડિશમાં મીઠાંનો વપરાશ આવશ્યક છે. મીઠાંના ઉપયોગ વગર કોઈપણ ડિશનો સ્વાદ અધૂરો છે. મીઠું ખોરાકનો સ્વાદ તો વધારે જ છે પણ સાથે તમારી પાચનક્રિયા પણ યોગ્ય બનાવે છે. ઘણીવાર લોકો ઉપવાસ દરમિયાન મીઠાંનો ઉપયોગ નથી કરતાં. પરંતુ તેને બદલે સિંધાલૂણ મીઠાંનો ઉપયોગ થાય છે. સિંધાલૂણ વ્રતમાં ખાવાનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્યની પણ સંભાળ રાખે છે. એટલે જ ડોક્ટર પણ આપણને અનેક કારણો માટે સિંધાલૂણ મીઠું ખાવાની સલાહ આપે છે.

સિંધાલૂણ છે શુદ્ધ મીઠું
સિંધાલૂણ મીઠું બનાવવામાં કોઈ કેમિકલ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવતો નથી. જ્યારે કે સામાન્ય મીઠું અથવા કાળાં મીઠાંને ખોરાકમાં ઉપયોગમાં લેતા પહેલાં એન્ટિ-કાકિંગ એજન્ટ અને અનેક રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. આ મીઠાંને રિફાઇન કરતાં સમયે વિવિધ પ્રકારના એડિટિવ્સ ઉમેરવામાં આવે છે. જેના કારણે તેમાં હાજર કેલ્શિયમ અને પોટેશિયમ વેગેરે મિનરલ્સ ઓછાં થઈ જાય છે. પરંતુ સિંધાલૂણ મીઠું પોષણનાં દ્રષ્ટિકોણથી સામાન્ય મીઠા કરતાં વધુ સારું મીઠું માનવામાં આવે છે.

બ્લડ પ્રેશર કરે છે કન્ટ્રોલ
સિંધાલૂણ મીઠાંમાં હાજર આયર્ન, ઝિંક, મેગ્નેશિયમ સહિત ઘણાં અન્ય મિનરલ બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવાની સાથે આંખની નીચે આવેલા સોજાની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે ડોક્ટર્સ બ્લડ પ્રેશરના દર્દીઓને આહારમાં સિંધાલૂણ મીઠુંનો વપરાશ કરવા માટે સલાહ આપે છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે સિંધાલૂણ
સિંધાલૂણમાં સોડિયમ અને પોટેશિયમની માત્રા વધારે હોવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ બની રહે છે. આટલું જ નહીં, બદલાતી ઋતુમાં આ તમારી ઈમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનાવીને તમને ઘણાં રોગોથી સુરક્ષિત કરે છે. આ મીઠું શરીરમાં ખોરાકમાં હાજર આવશ્યક પોષક તત્વો અને ખનીજને શોષવામાં મદદ કરે છે.

સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે
સિંધાલૂણ મીઠું શરીરમાંથી ચરબીવાળા કોષોને દૂર કરવામાં મદદ કરે છે. આટલું જ નહીં, તે વ્યક્તિની સ્વાદિષ્ટ ખોરાક ખાવાની તૃષ્ણાને પણ નિયંત્રિત કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી રક્ત પરિભ્રમણ યોગ્ય થાય છે. તેમજ શરીરના તમામ ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે.

તણાવ સામે લડવામાં મદદરૂપ સિંધાલૂણ
સિંધાલૂણ શરીરમાં સેરોટોનિન અને મેલાટોનિન હોર્મોન્સનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. આ હોર્મોન્સ વ્યક્તિને તાણ સામે લડવામાં મદદ કરે છે. તેથી, આ મીઠું ખાવાથી તણાવ ઓછો થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here