Monday, December 5, 2022
Homeરેસિપીનવરાત્રિમાં ભાતની ગરજ સારશે મોરૈયો, આ રીતે બનાવો માઈક્રોવેવમાં

નવરાત્રિમાં ભાતની ગરજ સારશે મોરૈયો, આ રીતે બનાવો માઈક્રોવેવમાં

- Advertisement -

હાલમાં અનેક લોકોને નવરાત્રિના ઉપવાસ ચાલી રહ્યા છે. આ વાનગીઓમાં ઘણી એવી પણ છે જેનો સ્વાદ કદાચ તમે ઘરે નહીં માણ્યો હોય. ઉપવાસ દરમિયાન ભાતની ગરજ પૂરી કરતો મોરૈયો સ્વાદિષ્ટ હોય છે. તેમાં એમિનો એસિડ વિપુલ પ્રમાણમાં મળે છે. તેમાં દૂધી, બટાકા વગેરે ઉમેરી શકાય છે. ઉપવાસ દરમિયાન મોરૈયો એક સમયે લેવો હિતાવહ રહે છે. 100 ગ્રામ મોરૈયા ખાવાથી તેમાંથી તમને શું મળે તે પણ જાણો.

100 ગ્રામ મોરૈયામાંથી મળશે આ વસ્તુઓ

કેલરી : લગભગ 350
મેંગેનીઝ : 96 મિ. ગ્રામ
મેગ્નેશિયમ : 89 મિ. ગ્રામ
આયર્ન : 3.93 મિ. ગ્રામ
કોપર : 0.35 મિ.ગ્રામ
ફોસ્ફરસ : 174 મિ.ગ્રામ
મોરૈયાની ખીચડી

સામગ્રી

-1/2 કપ મોરૈયો

-1/4 કપ મોળું દહીં

-1/2 ટેબલ સ્પૂન તેલ

-1/4 ટી સ્પૂન જીરું

-3 થી 4 લીલા મરચાં

-1/4 ટી સ્પૂન લાલ મરચું પાવડર

-2 કપ પાણી

-2 ટેબલ સ્પૂન શેકેલી શીંગ

-1 નાનો બટાકો

-1 ટી સ્પૂન ખાંડ

-સિંધવ સ્વાદાનુસાર

રીત

સૌપ્રથમ એક નાની કઢાઈમાં તેલ મૂકી જીરુંનો વઘાર કરો. ત્યાર બાદ તેમાં લીલાં મરચાં સાંતળી લો. હવે તેમાં મોરૈયો નાંખો. એક માઇક્રોવેવ પ્રૂફ બાઉલમાં તૈયાર મોરૈયો, સિંધવ અને પાણી નાખી ઢાંકીને ૩ મિનિટ માટે હાઈ પર રાખો. મોરૈયાની જાત પ્રમાણે પાણીની જરૂર પડશે. જુનો હશે તો વધુ પાણી જોઇશે. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. જરૂર જણાય તો એક-એક મિનિટ માટે ઓવનમાં મૂકતા જવું. મોરૈયો ચઢી જાય એટલે તેમાં વલોવેલું દહીં, ખાંડ અને શીંગનો ભૂકો નાખી એકાદ મિનિટ માટે માઈક્રો હાઈ પર મુકવું. તૈયાર મોરૈયાને કોથમીર વડે ગાર્નીશ કરી, દહીં સાથે સર્વ કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular