નવસારીના મધ્યમાં લુન્સીકુઈ વિસ્તારમાં ઘુસી આવેલો દીપડો આખરે બેભાન કરાયો

0
49

સુરત : નવસારી શહેરમાં દીપડો ઘુસી આવ્યો હતો. નવસારીમાં એક યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો. જેથી ઈજાગ્રસ્તને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નવસારી શહેરના રહેણાંક વિસ્તારો લુન્સીકુઈ સહિત ની સોસાયટીમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. જેથી ઘટના સ્થળે પોલીસ, ફાયરબ્રિગેડ, વનવિભાગની ટીમ, એનજીઓ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતે દિપડો એક એપાર્ટમેન્ટમાં ધુસી જતાં ડાર્ટ ગનથી બેભાન કરાયો હતો.

લુન્સીકુઈ વિસ્તારમાં ઘુસી આવેલો દીપડો સેન્ટ્રલ બેંક પાછળના ખુલ્લા પ્લોટમાં બનેલા પતરાના શેડમાં ઘુસી ગયો હતો. લગભગ ચાર પાંચ કલાક સુધી દીપડો તેમાં રહ્યો અને અંતે બધાને ચકમો આપીને દિવાલ કુદીને નાસી રહ્યો હતો. ત્યારે એપાર્ટમેન્ટના માળ સુધી ચડી ગયો હતો. અને અંતે એક જગ્યાએ ફસાઈ ગયો હતો.બાદમાં ડાર્ટ ગનથી દીપડાને બેભાન કરી દેવાયો હતો. દીપડો પકડાતા આખરે લોકોના જીવમાં જીવ આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here