Tuesday, December 7, 2021
Homeનવસારીમાં બનેલા સત્યાગ્રહ સ્મારકના ઉદઘાટનમાં ન્યૂઝીલેન્ડથી 99 વર્ષના સત્યાગ્રહી આવ્યાં
Array

નવસારીમાં બનેલા સત્યાગ્રહ સ્મારકના ઉદઘાટનમાં ન્યૂઝીલેન્ડથી 99 વર્ષના સત્યાગ્રહી આવ્યાં

સુરતઃ અંગેજોએ હિન્દુસ્તાનને ગુલામીની જંજીરોમાં જકડી રાખ્યો હતો તેવા સમયે મહાત્મા ગાંધીજીની અહિંસક આંધીએ અંગ્રેજી સલ્તનતને નવસારીના દાંડીગામે નમક સત્યાગ્રહ કરી લૂણો લગાડ્યો હતો. જેના પ્રત્યેક દર્શી અને વિકસીત દાંડીના સાક્ષી બનવા ન્યૂઝીલેન્ડથી આવેલા નરસિંહભાઇ પટેલ પોતાના દાંડીયાત્રાના સ્મરણો વાગોળ્યાં હતાં. સાથે જ નવા બનેલા સત્યાગ્રહના સ્મારક અંગે પણ પોતાના વિચારો રજૂ કર્યાં હતાં.

ચપટી મીઠું ઉપાડ્યું તેના સાક્ષી બન્યા

મહાત્મા ગાંધીજીએ ૧૨ માર્ચ ૧૯૩૦માં સાબરમતીથી ૬ એપ્રિલ સુધી પગપાળા  દાંડીયાત્રાએ સમગ્ર વિશ્વમાં પ્રેરણારૂપ બની ગઈ છે અને દાંડીયાત્રા આવનાર પેઢીઓ માટે બોધપાઠ સમાન પુરવાર થઇ છે. એવા પવિત્ર દાંડીગામ ખરા અર્થમાં આજે ઐતિહાસિક સ્થળને શોભે એવું નવીનીકરણ થઇ ગયું છે. ૧૧૦ કરોડના ખર્ચે બનેલ સ્મારકોનું દેશના વડાપ્રધાન  ઉદ્ઘાટન કરશે જેને નિહાળવા મૂળ દાંડી ગામના અને ન્યુઝીલેન્ડ સ્થાયી થયેલા સ્વતંત્ર સેનાની નરસિંહભાઇ પટેલ ૯૯ વર્ષની ઉંમરે આવ્યા છે. આ વયોવૃદ્ધના કારણે દેશપ્રેમ છલકાવ્યો છે. ગાંધીબાપુની ટુકડીમાં વાનરસેના પ્રમુખ રહેલા નરસિંહ કાકા આજે બાપુના નામ લેતાની સાથે જ ઉત્સાહમાં આવીં જતા હોય છે અને બાપુએ જ્યાંથી ચપટી મીઠી ઉપાડ્યું હતું તે દ્ર્શ્યના સાક્ષી બન્યા હતાં.

ગાંધીજીના શબ્દો આજે પણ ગુંજે છે

નરસિંહભાઇ પટેલે જણાવ્યું હતું કે હું ઐતિહાસિક દાંડી ગામમાં મારા પરિવાર સાથે નિવાસ કરતો હતો અને ૧૯૩૦મા સાબરમતીથી બાપુની દાંડીગામ ખાતે પોતાના અનુવાયો સાથે પદયાત્રા કરી આવ્યા હતા જેની જાણ શારદાબેન મેહતાએ અમને કરી હતી અને બાપુની વાનર સેનામાં હું મુખ્યો હતો અને અમે સામાપોર ગામ ખાતે બાપુની સાથે આ પદયાત્રામાં જોડાયા હતા જેમાં બાપુની આગળ અમારી વાનર સેના અને અને બાપુની પાછળ ૭૮ જેટલા અનુયાયીઓ ચાલતા હતા અને દાંડી ગામે સેફિવીલામાં બાપુએ રાતોવાસ કર્યો તથા અન્ય પદયાત્રીઓ માટે અલગથી તંબુઓ ઉભા કરાયા હતા. બીજા દિવસે વેહલી સવારે બાપુએ દાંડી દરિયામાં સ્નાન કરી સેફિવીલા આવતા રસ્તામાં એક ખાડામાં કુદરતી મીઠાનો અગાર હતો જેમાંથી મીઠું ઉપાડી બોલ્યા હતા કે મારા કાનમાં ગુજ્યા કરે છે કે, આ મીઠાના ઋણથી બ્રિટિશ પાયાના શાસનમાં લૂણો લગાડું છું અને આ નમક સત્યાગ્રહ આંદોલન બાદ ભારત દેશને આઝાદી મળવા પામી હતી. જે પવિત્ર દાંડીગામ ખરા અર્થમાં આજે ઐતિહાસિક સ્થળને શોભે એવું નવીનીકરણ થઇ ગયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments