Saturday, September 25, 2021
Homeનવસારી : આચારસંહિતા માં પણ ચીખલી તાલુકા માં દેશી વિદેશી દારૂ ની...
Array

નવસારી : આચારસંહિતા માં પણ ચીખલી તાલુકા માં દેશી વિદેશી દારૂ ની રેલમછેલ

ચીખલી પોલીસ ઉંગતી રહે અને વારંવાર ચીખલી તાલુકા માંથી એલસીબી ટીમને બાતમી આધારે મોટા પ્રમાણમાં દારૂની ધરપકડ કરે અને પ્રમોશન મેળવે
ચીખલી તાલુકાની ખૂંધ ગામની સીમમાંથી વહેલી સવારે બાતમી આધારે નવસારી એલસીબી ટીમે સ્કોર્પિયો કારમાંથી રૂપિયા.2 64 લાખનો દારૂ ઝડપી પાડી તેમજ સ્કોર્પિયો કારની પાયલોટીંગ કરનાર સહિત બે વાહનો સાથે રૂપિયા 12 .71 લાખનો મુદ્દા માલ સાથે કબ્જે લઈ ચાર જણાની ધરપકડ કરી હતી અને બે જણાને વોન્ટેડ જાહેર કર્યા વધુ તપાસ હાથ ધરી છે.
 પ્રાપ્ત માહિતી મુજબ નવસારી એલસીબી ને બાતમી આધારે એલસીબીનાં સ્ટાફે ચીખલી તાલુકામા વોચ ગોઠવી ચીખલી – રાનકુવા માર્ગ ઉપર ખૂંધ ગામની સીમમાં નંબર વિનાની કાળા રંગની સ્કોર્પિયો કારને અટકાવીને તપાસ હાથ ધરી હતી જેમાં 92 જેટલા પૂંઠાના બોક્સમાંથી વિદેશી દારૂ બોટલ નંગ 3937 નો રૂપિયા 2 લાખ 64000 હજારનો જથ્થો ઝડપી પાડ્યો તેમજ સ્કોર્પિયો કારની પાયલોટીંગ કરી રહેલા ટાટા મોબાઈલ જીજે- 21 – ડબલ્યુ – 6492 મણી કુલ બે વાહન સાથે રૂપિયા 12 લાખ 71 હજારનો મુદ્દા માલ સાથે ચાર જણાની ધરપકડ કરી હતી તેમજ બે જણાને વોન્ટેડ  જાહેર કરી વધુ તપાસ એલસીબી હાથ ધરી છે.
રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી , નવસારી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments