Tuesday, December 7, 2021
Homeનવસારી : આરોગ્ય ખાતાના કર્મચારીઓ વાંસદા નાં કંડોલપાડાના મંદિરની સામે અચોક્કસ...
Array

નવસારી : આરોગ્ય ખાતાના કર્મચારીઓ વાંસદા નાં કંડોલપાડાના મંદિરની સામે અચોક્કસ મુદ્દત સુધીની હડતાળ પર

તારીખ ૧૫ ફેબ્રુઆરીથી નવસારી જિલ્લા પંચાયતના આરોગ્ય કેન્દ્રના ફાર્માસીસ્ટ, લેબ ટેક્નિશિયન પુરુષ તથા મહિલા આરોગ્ય કર્મચારીઓ પુરુષ તથા મહિલા સુપરવાઈઝરો તેમજ સ્ટાફનર્સ સહિતના ૯૦૦ થી વધુ કર્મચારીઓ તેમની પડતર માંગણીઓના ઉકેલ માટે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જતા નવસારી જિલ્લાના તમામ ૩૯૫ જેટલા ગામોમાં આરોગ્ય સેવાઓ ખૂબ ગંભીર રીતે લથડી પડી છે.હાલમાં હડતાળને લીધે સરકારી દવાખાનાઓ યોગ્ય લાયકાત ન ધરાવતા લોકો દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે જે જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ખૂબ જ ગંભીર ચેડાં કરવા સમાન છે જેથી ઓપીડી,ઇન્ડોર, ડિલિવરી, રસીકરણ તેમજ ફિલ્ડ સર્વેલન્સની તમામ કામગીરીઓ અટકી પડેલ છે.જેનાથી માતામરણ અને બાલમરણના કિસ્સાઓ બની શકે છે.

રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS ચીખલી , નવસારી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments